અંતિમ ક્રિયા માટે મૃતકોના ઢગલાનો વીડિયો વાઇરલ
સુરત: સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોનાને લઈને તંત્રની ચિંતા વધી છે ત્યારે સતત હોસ્પિટલ હોય કે મેડિકલ સ્ટૉર તમામ જગ્યા પર વેટીંગ જાેવા મળી રહ્યુ છે. ત્યારે હવે સ્મશાનમાં પણ અંતિમ ક્રિયા માટે મૃતદેહોને રાહ જાેવાનો વારો આવ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે, કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે.
આજે સુરતના ઉમરા ગામ ખાતે આવેલ સ્મશાન ખાતે મૃતદેહના ઢગ થઇ ગયા છે અને શહેરના લોકોને ચેતવવા માટે એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો આ વીડિયોમાં લાશોના ઢગ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કોરોના લઈને સુરતની સુરત દિવસેને દિવસે બગાડી રહી છે બે દિવસ પહેલા સુરતના અશ્વની કુમાર ખાતે મૃતદેહના અંતિમ ક્રિયા માટે વેટીંગમાં મુકવામાં આવિયા હતા તેનો વિડીયો વાઇરલ થયા બાદ આજે વધુ એક વિડીયો વાઇરલ થયો હતો સુરત ના ઉમરા ગામ ખાતે આવેલ રામનાથ ઘેલા સ્મશાન ખાતે. અહીં એક બે નહિ પણ ૪૦ જેટલી લાશ પોતાની અંતિમ ક્રિયા માટે રાહ જાેઈ રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
જાેકે તંત્ર સબ સલામતની વાત કરે છે ત્યારે કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે, તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. પહેલા રોજ ૫૦૦થી ૬૦૦ જેટલા કોરોના પોઝિટિવ આવતા હતા. તેને બદલે હવે ૮૦૦ સુધી પહોંચી ગયો છે. જે બતાવે છે કે ખૂબ જ વધુ ગંભીર સ્થિતિ છે, જેનુ નિર્માણ સુરત શહેરમાં જાેવા મળી રહ્યું છે.
કોરોનાને લઈને મુત્યુ થયેલા લોકો સાથે આ બીમારીમાં સપડાયા વગર પણ એટલા લોકોના મોત થઇ રહ્યા છે કે તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં વેટીંગ જાેવા મળી રહ્યું છે. સતત ૫થી લઇને સાત કલાક પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને રાહ જાેવાનો વારો આવે છે. જાેકે આ વીડિયો વાઇરલ થવા પાછળ શહેરના લોકોને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે કે હજુ પણ સુધરી જવું નહીં તો શહેરની હાલત બતથી બત્તર થઇ રહી છે અને જાે નહીં તો પોતાનું જે થવાનું હોય તે થશે સાથે પરિવારને પણ આ રીતે હેરાન થવાનો વારો આવશે.