Western Times News

Gujarati News

અંતિમ દિવસોમાં માને ન મળી શકવાનો અનુપમાને વસવસો

મુંબઈ, પીઢ અભિનેત્રી માધવી ગોગાટે રવિવારે કોરોનાના કારણે અવસાન પામ્યા હતા. એક્ટ્રેસ સીરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલીના માતાના પાત્રમાં જાેવા મળ્યા હતા. તેઓ છેલ્લા ઘણા અઠવાડિયાથી બીમાર હતા અને બે દિવસ પહેલા અંતિમ શ્વાસ લીધા હતા.

રૂપાલી ગાંગુલીએ હાલમાં માધવી ગોગાટે વિશે વાત કરી હતી. રૂપાલીએ કહ્યું હતું કે ‘હું અનુપમા સીરિયલ માટે નિયમિત માધવીજી સાથે શૂટિંગ કરતી નહોતી પરંતુ મેં તેમની સાથે જેટલો પણ સમય પસાર કર્યો તે સારો રહ્યો હતો. હું તેમ ન કહી શકું કે અમે એકબીજા સાથે રોજ ફોન પર વાત કરતા હતા પરંતુ અમે સંપર્કમાં રહેતા હતા.

અમે એકબીજાના ખબર-અંતર પૂછતા રહેતા હતા. હું તેમને ફોન કરીને પૂછતી હતી કે, તમે કેમ છો. અગાઉ જ્યારે મને કોરોના થયો હતો ત્યારે તેઓ પણ મને ફોન કરતા હતા. મને તેમના તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. શૂટિંગ કરતા હોઈએ ત્યારે સાથે બેસતા હતા અને ઘણા મુદ્દા પર વાતો કરતા હતા.

તેણે ઉમેર્યું હતું કે ‘માધવીજીએ ઘણું કામ કર્યું હતું, તેઓ મને તેમના શો વિશે કહેતા રહેતા હતા. મને અત્યારે કેવું લાગી રહ્યું છે તે હું શબ્દોમાં વર્ણવી શકું નહીં કારણ કે તેમના નિધનના સમાચાર મારા માટે આંચકા સમાન હતા. તેઓ બીમાર હતા તેવી મને જાણ હતી પરંતુ તેમના નિધનના સમાચાર નિરાશ કરે તેવા હતા.

માધવી ગોગાટેના જીવનના અંતિમ દિવસોમાં તેમને મળી ન શકી તે વાતનું રૂપાલી ગાંગુલીને દુઃખ છે. તેણે જણાવ્યું હતું કે, ‘તેઓ આઈસીયુમાં હોવાનું મને જાણવા મળ્યું હતું. તેમને મળી નહીં તે માટે દોષિતભાવ અનુભવી રહી છું.

અમે છેલ્લે એકવાર મળ્યા હોત તો સારું થાત. પરંતુ રૂટિનની વચ્ચે, આપણે એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણી અંતરઆત્મા ખરેખર શું ઈચ્છે છે તે આપણે સમજી શકતા નથી. અમે અગાઉ ઘણા પ્લાન બનાવ્યા હતા, હકીકતમાં અમે તેમના ઘરે મુલાકાત કરવાનું વિચારતા હતા. તેમની સાથે કામ કરવાની કેટલીક યાદગાર ક્ષણો મારી પાસે છે. હું તેમને ખૂબ મિસ કરીશ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.