Western Times News

Gujarati News

અંતે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલીનો આદેશ આવ્યો

ગાંધીનગર: ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિને કેન્દ્રમા પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. લાંબા સમયની અટકળો બાદ અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં મિસમેનેજમેન્ટનો ટોપલો જયંતી રવિ પર ઢોળીને તેમને ટાઢા પાણીએ કાઢવામાં આવ્યા હોવાનું પણ સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

લાંબા સમયથી જયંતી રવિના બદલીના ભણકારા વાગી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતી રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દેવાઈ હતી. જયંતી રવિ પુડુચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી.

પરંતુ તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જાેકે, તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર અનેક ચર્ચા ચાલી રહી છે. તેમને એકાએક કેમ ટ્રાન્સફર આપવામાં આવ્યું તે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના નવા આરોગ્ય અગ્ર સચિવ કોણ હશે તેના પર પ્રશ્નાર્થ છે. વહીવટી પ્રક્રિયા અંતર્ગત કોણ નવા અગ્રસચિવ પર ચર્ચા કરાશે. કોરોનાની ત્રીજી વેવ આવવાની શક્યતા છે. આવામાં કોને આ હોટ સીટ સોંપાશે તેના પર સૌની નજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.