અંતે ડોન ઇકબાલ મિરચીના નજીકના સાથીની અટકાયત
એનસીપીના નેતા પ્રફુલ પટેલની પુછપરછ બાદ કાર્યવાહી |
મુંબઇ, વર્લી લેન્ડ ડીલ મામલે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિરચીના નજીકના સાથી હુમાયુ મર્ચન્ટની ધરપકડ કરી લીધી છે. આ મામલે ઇડી એનસીપીના નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન પ્રફુલ પટેલની પુછપરછ કરી ચુકી છે. પટેલ કબુલાત કરી ચુક્યા છે કે તેઓએ મિરચી પરિવારના સભ્યો સાથે લેન્ડ ડીલ કરી હતી.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિરચીની સાથે કહેવાતી જમીન સોદાબાજીના મામલે ફસાયેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ શુક્રવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ તેની ૧૨ કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી. તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તેઓ તપાસ સંસ્થા સમક્ષ હાજર થયા હતા. તેમને બુધવારના દિવસે ઇડી તરફથી સમન્સ જારી કરવામાં આવ્યુ હતુ.અત્રે નોંધનીય છે કે ઇડી કુખ્યાત ગેંગસ્ટપ દાઉદના સાથી ઇકબાલ મિરચી અને પ્રફુલ્લ પટેલ વચ્ચે થયેલી જમીન સોદાબાજીને લઇને તપાસ હાથ ધરી છે.
ઇડીનો આરોપ છે કે એનસીપી નેતાના પરિવારના સભ્યો સાથે સમજુતી કરવામાં આવી હતી. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ અને દાઉદના નજીકના સાથી ઇકબાલ મિરચી વચ્ચે સોદાબાજીના મામલામાં તપાસ ચાલી રહી છે. ડઝન જેટલી સેલ કંપનીઓમાં લેવડદેવડની વિગતોમાં તપાસ ચાલી રહી છે. બેનામી બેંક ખાતાઓ ચેન્નાઈમા ંઉભા કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ કેટલીક પ્રોપર્ટીઓની વેચાણ પ્રક્રિયા હાથ ધરવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટીની કિંમત ૫૦૦ કરોડથી પણ વધુની હોવાનું જાણવા મળી રહ્યું છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આગામી દિવસો પ્રફુલ પટેલ માટે પણ વધુ મુશ્કેલરુપ બની શકે છે. પ્રફુલ અને મિરચી વચ્ચે સાંઠગાંઠ મામલામાં ઇડી સક્રિય થઇ ગઇ છે. ઇકબાર મિરચીના પરિવારના સભ્યો સાથે સોદાબાજીના સંદર્ભમાં પટેલ સામે સમન્સ જારી કરવામાં આવી ચુક્યું છે. એજન્સીએ મુંબઈ અને બેંગ્લોરમાં ૧૧ સ્થળો ઉપર ચકાસણી હાથ ધરી છે.