અંદાજે 45 લાખ લોકોને 19 દિવસમાં કોવિડ-19ની રસી આપવામાં આવી
ગુજરાતમાં ત્રણ લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધીઃ સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું હોવાથી માત્ર 1.55 લાખ કેસ રહ્યાં
માત્ર 18 દિવસમાં 4 મિલિયન લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપીને સમગ્ર દુનિયામાં ભારતે સૌથી ઝડપથી આ સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. અન્ય દેશોએ વહેલી શરૂઆત કરી હોવા છતાં આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં તેમને લગભગ 65 દિવસ લાગી ગયા હતા. ભારતે 16 જાન્યુઆરી 2021ના રોજથી સમગ્ર દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતનો પ્રારંભ કર્યો છે.
દરરોજ કોવિડ-19 વિરોધી રસી લેનારા લાભાર્થીઓમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 8,041 સત્રોનું આયોજન કરીને કુલ 3,10,604 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં દેશમાં કુલ 84,617 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ | રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા |
1 | આંદામાન અને નિકોબાર | 2,772 |
2 | આંધ્રપ્રદેશ | 2,15,171 |
3 | અરુણાચલ પ્રદેશ | 9,846 |
4 | આસામ | 43,607 |
5 | બિહાર | 2,64,097 |
6 | ચંદીગઢ | 4,399 |
7 | છત્તીસગઢ | 1,01,564 |
8 | દાદરા અને નગર હવેલી | 926 |
9 | દમણ અને દીવ | 561 |
10 | દિલ્હી | 81,433 |
11 | ગોવા | 6,326 |
12 | ગુજરાત | 3,11,251 |
13 | હરિયાણા | 1,29,866 |
14 | હિમાચલ પ્રદેશ | 43,926 |
15 | જમ્મુ અને કાશ્મીર | 26,634 |
16 | ઝારખંડ | 67,970 |
17 | કર્ણાટક | 3,16,638 |
18 | કેરળ | 2,46,043 |
19 | લદાખ | 1,511 |
20 | લક્ષદ્વીપ | 807 |
21 | મધ્યપ્રદેશ | 3,30,722 |
22 | મહારાષ્ટ્ર | 3,54,633 |
23 | મણીપુર | 5,872 |
24 | મેઘાલય | 4,806 |
25 | મિઝોરમ | 9,995 |
26 | નાગાલેન્ડ | 4,244 |
27 | ઓડિશા | 2,11,346 |
28 | પુડુચેરી | 3,222 |
29 | પંજાબ | 63,663 |
30 | રાજસ્થાન | 3,63,521 |
31 | સિક્કિમ | 3,425 |
32 | તમિલનાડુ | 1,33,434 |
33 | તેલંગાણા | 1,76,732 |
34 | ત્રિપુરા | 32,340 |
35 | ઉત્તરપ્રદેશ | 4,63,793 |
36 | ઉત્તરાખંડ | 54,153 |
37 | પશ્ચિમ બંગાળ | 3,01,091 |
38 | અન્ય | 57,212 |
કુલ | 44,49,552 |
કોવિડ-19 વિરોધી રસી લેનારા કુલ લાભાર્થીઓમાંથી 54.87% લોકો સાત રાજ્યોમાંથી છે. ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 1.55 લાખ (1,55,025) થઇ રહ્યું છે. ભારતમાં કુલ નોંધાયલા પોઝિટીવ કેસમાંથી હવે કુલ સક્રિય કેસની સંખ્યા માત્ર 1.44% રહી છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યામાં દૈનિક ધોરણે નોંધાતા આંકડાઓ સક્રિય કેસના સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું હોવાનું દર્શાવે છે.
ભારતમાં દૈનિક પોઝિટીવિટીનો દર આજે 1.82% નોંધાયો છે. ભારતે છેલ્લા કેટલાક સપ્તાહમાં (19 દિવસ) દૈનિક પોઝિટીવિટી દર 2%થી નીચે જાળવી રાખ્યો છે.
દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,04,80,455 થઇ ગઇ છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા કરતાં વધુ રહેતી હોવાથી સરેરાશ સાજા થવાનો દર આજે 97.13% નોંધાયો છે. સક્રિય કેસની સરખામણીએ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 67.6 ગણી વધારે છે. નવા સાજા થયેલા 86.04% દર્દીઓ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 7,030 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. બીજાક્રમે કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 6,380 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 533 દર્દી સાજા થયા છે.
નવા નોંધાયેલા 84.67% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ નોંધાવાનું ચાલુ છે જ્યાં એક દિવસમાં વધુ 6,356 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે નવા 2,992 દર્દી સાથે મહારાષ્ટ્ર છે જ્યારે તમિલનાડુમાં એક દિવસમાં વધુ 514 દર્દીઓ સંક્રમિત થયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 71.03% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (30) નોંધાયો છે. કેરળમાં એક દિવસમાં વધુ 20 દર્દીના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ બંનેમાં વધુ 7 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.