“અંધશ્રદ્ધા નહિ પણ શ્રદ્ધા તો અંધ હોવી જાેઈએ” – મુનિશ્રી નયરક્ષિતવિજયજી
વાપી જી.આઈ.ડી.સી આદિનાથ જૈનસંધમાં એલ.ટી.એસ શિબિરનું આયોજન
(પ્રતિનિધિ) વાપી, શ્રી આદિનાથ જૈનસંધ જી.આઈ.ડી.સી વાપીમાં યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબના શિષ્ય પંન્યાસ રાજરક્ષિતવિજયજી, યુવાપ્રવચનકાર મુનિશ્રી નયરક્ષિતવિજયજીની પાવન નિશ્રામાં લાઈફ ટ્રાન્સફોરમિંઁગ સેશનમાં ભાગ લેવા માટે
મુંબઈ – સૂરત – અમદાવાદ – નવસારી – ભીલાડ – વાપીથી સેંકડો યુવાન – યુવતિઓ ઉમટી પડયા હતાં. સવારે ૯ઃ૩૦ થી શરૂ થયેલ સેશન ૧૨ઃ૪૫ કલાકે વિરામ પામી હતી. યુવાનો – યુવતિઓ એ મંત્રમુગ્ધ બનીને પ્રવચન સાંભળ્યું હતું. તા.૧૦ એપ્રીલ ફરી એલ.ટી.એસ નં.૧૪ નું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાપ્રવચનકાર મુનિશ્રી નયરક્ષિતવિજયજીએ ભરચક સભાને સંબોધન કરતાં જણાવ્યું કે, વિજ્ઞાનક્ષેત્રનો એન્ડ આવેછે ત્યારે શ્રદ્ધાની શરૂઆત થાય છે. વિજ્ઞાન પ્રયોગમાં માને છે જયારે ધર્મ યોગને માને છે. વિજ્ઞાનના રીસર્ચો ચેન્જ થતા જાય છે. જયારે અધ્યાત્મના સિદ્ધાન્તો ત્રિકાળાબાધ હોય છે… વિજ્ઞાન જડનો આવિષ્કાર કરે છે. અધ્યાત્મ જીવનો આવિષ્કાર કરે છે.
સફરજનના ઝાડનીચે બેઠેલા ન્યુટ્રને વિચાર્યું કે, એપલ નીચે કેવી રીતે પડયું ?? અધ્યાત્મ કહેછે કે, નાના બીજ માંથી એપલનું આટલું મોટું વૃક્ષ કેવી રીતે ઉગ્યું ? ૧૦૦/૨૦૦ સફરજન ઉપર કેવી રીતે ચઢયાં ??
પૂજયશ્રીએ જણાવ્યું કે, કરૂણામૂર્તિ પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વનું દર્શન કર્યું. બાવીસહજાર દેશના (પ્રવચન) આપી… કર્મ ફિલોસોફી અને અહિંસક જીવનશૈલી બતાવી… જે આજના વૈજ્ઞાનિકો રીસર્ચ કરીને તે સિદ્ધાન્તોને સલામ કરે છે. અંધશ્રદ્ધા નહિ પણ શ્રદ્ધા અંધ હોવી જાેઈએ.
જૈનધર્મ એ બ્રોડમાઈન્ડેડ છે. નાનામાં નાના જીવોની રક્ષામાં માને છે. સૌથી વધારે ચેરેટી જૈન કોમ કરી રહી છે… જૈનો દેશરક્ષા માં પણ આગળ છે. રાણાપ્રતાપને સર્વસ્વનું દાન કરનાર જૈન ભામાશા હતાં. રાણી લક્ષ્મીબાઈને ખજાનો અર્પણ કરનાર અમરચંદ બાઠીયા જૈન હતાં… ધર્મરક્ષા જેટલું જ મહત્ત્વ રાષ્ટ્રરક્ષામાં છે. યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબ રાષ્ટ્ – ધર્મ અને સંસ્કૃતિરક્ષા માટે અથાગ પ્રયત્ન કર્યા હતાં.