અંપાયર મેનને ચેતવણી આપતા વિરાટ કોહલી ઉશ્કેરાઇ ગયો
ચેન્નાઇ: ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી ચેન્નાઇમાં રમાઇ રહેલ બીજી ટેસ્ટ મેચમાં પહેલાની જેમ આક્રમક અને જાેશમાં નજરે આવી રહ્યો છે પહેલી ટેસ્ટમાં શાંત અને બદલાયેલો બદલાયેલો નજરે પડેલ વિરાટ આ ટેસ્ટમાં બિલકુલ વિપરીત જાેવા મળ્યો હતો ઇગ્લેન્ડની વિરૂધ્ધ બીજી ટેસ્ટમાં બીજા દિવસે દર્શકોની સાથે ઇશારા ઇશારામાં મસ્તી કરનાર વિરાટ દિવસના પહેલા સત્રમાં એક વાતને લઇ નારાજ થઇ ગયો અને એપાયરથી ઝઘડી પડયો હતો.
હકીકતમાં ચેપોકમાં ચાલી રહેલ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલા ફિલ્ડ એપાયર નિતિન મેનને કોહલીને પિચના સંવેજનશીલ વિસ્તારમાં દોડવાને કારણે ચેતવણી આપી મેનને તેમને રન ભાગવા દરમિયાન તે વિસ્રમાં નહીં જવા માટે કહ્યું પરંતુ વિરાટને આ ચેતવણી પસંદ આવી નહી અને તેણે પોતાની નારાજગી વ્યકત કરી વિરાટ થોડીવાર માટે મનેન સાથે ચર્ચા કરતો જાેવા મળ્યો હતો.
લંચની એક ઓવર પહેલા ઇગ્લેન્ડના સુકાની જાે રૂટે ડેન લેરિંસને બોલ આપ્યો લેરિંસની ચોથી બોલ પર અશ્વિને શોર્ટ રમ્યો અને ત્રણ રન માટે ભાગવાનું શરૂ કર્યું
આ દરમિયાન ત્રીજા રનના સમયે કોહલી લેગ સાઇડથી ઓફ તરફ ભાગતો નજરે પડયો અને આ દરમિયાન તે સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી ગયો રન પુરા કર્યા બાદ એપાયર મેનને વિરાટ કોહલીને આ સંબંધમાં વાત કરી અને ચેતવણી આપી તેના પર વિરાટે પણ તાકિદે પોતાની નાખુશી વ્યકત કરી અને ચેતવણીનું કારણ પુછયું ત્યારબાદ વિરાટ પાછો ક્રીઝમાં ચાલ્યો ગયો ત્યાં તેણે સ્લિપમાં ઉભેલ જાે રૂટ સાથે પણ કેટલીક વાત કરી
જાે કે આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ શાનદાર બેટીંગ કરી અને પોતાની અડધી સદી પુરી કરી તેણે અશ્વિનની સાથે મળી સાતમી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી પણ નિભાવી હતી.