અંબાજીમાં કાળાબજારને રોકવા ટીમ ખાનગી વેશમાં વોચ રાખશે

અંબાજી, યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કેટલાક વેપારીઓ દ્વારા પ્રસાદી, પૂજાપા અને વાહન પાર્કિંગના નેજા હેઠળ ઉઘાડી લૂંટ અને છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ક્યારેક તો નિર્દોષ શ્રદ્ધાળુઓ હાથાપાઈ અને મારપીટનો પણ ભોગ બનતા હોવાની ઘટનાઓ પણ બનવા પામી હતી.
આથી હવે તંત્ર એકશન મોડ પર આવ્યુ છે. કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલએ આ બાબતને ગંભીરતાથી લઈ તત્કાલ એકશન લેવાના સુત્રો ગતિમાન કર્યા છે.
કલેકટર આનંદ પટેલે જણાવ્યુ હતું કે, યાત્રિકો કઈ પણ સમસ્યા અંગે સંપર્ક કરી શકે તે માટે પોલીસ અને ગ્રાહક સુરક્ષાના કર્મચારીની કાયમી બેઠકવાળું એક હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરાશે. ઉપરાંત ફલાઈંગ સ્કવોડ બનાવી રેન્ડમ ચકાસણી કરવામાં આવે એ સાથે ડમી ગ્રાહક બની પણ ચકાસણી કરાશે