Western Times News

Gujarati News

અંબાજીમાં કુમ્ભારીયામાં ચાલતી પજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં કલંકિત ઘટના બનતા ભારે ચકચાર

અંબાજી :અંબાજી ના કુમ્ભારીયા વિસ્તાર માં નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પજ્ઞાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગો નું શિક્ષણ અને પુનર્વસન તાલીમ શાળા માં ધોરણ  9 (નવ )માં અભ્યાસ કરતી એક સગીર વય ની યુવતી ઉપર શિક્ષકો દ્વારા જ બળાત્કાર ગુજરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર કિસ્સો ટોકઓફ ટાઉન બન્યો છે જોકે હાલ માં દિવાળી વેકેશન હોવાથી શાળા ને તાળા લાગેલા છે

પણ આ સગીર વય ની યુવતી ઉપર બળાત્કાર ની ઘટના ગતમાસ માં બે શિક્ષકો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારાતા યુવતી  આ ઘટના ની જાણ પોતાના વાલી ને કરી હતી જોકે દિવાળી વેકેશન ટૂંક સમય માં પૂર્ણ થનારું હોવાથી આ યુવતી ને ફરી શાળા એ જવામાટે તૈયારી કરી લેવા જણાવાતા આ સમગ્ર ઘટના પ્રકાશ માં આવ્યું હોવાનું ચર્ચાસપ્દ બન્યું છે જોકે અંબાજી પોલીસ માં આ ઘટના ને લઈ બે શિક્ષકો જેમાં જ્યંતીભાઈ વીરચંદ ઠાકોર તથા ચમનલાલ મૂળાજી ઠાકોર ઉપર બળાત્કાર સહીત પોસ્કો એક્ટ હેડળ ગુન્હો નોંધી પોલીસે તાપસ હાથ ધરી છે

જોકે આ બંને આરોપીઓ  હાલ ભૂગર્ભ માં ઉતરી જતા લાપતા બન્યા છે એટલુંજ નહીં આ પજ્ઞાચક્ષુ શૈક્ષણિક સંસ્થા ના કચરાના ઠગમાં કોન્ડોમ ના ખાલી રેપર પણ મળી આવતા સંસ્થા ને લઈ સંસ્થા ની રહેણી કરણી ને લઈ તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.