અંબાજીમાં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજીમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત મહિલાએ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવ્યું હતું વારંવારની ધમકીથી પરેશાન થઈને મહિલાએ જીવન ટૂંકાવવા અંબાજી પોલીસે સાત ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પોલિસે ત્રણ આરોપીઓ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંબાજી માં રહેતા સવિતાબેન રાવળ નામની મહિલાને અંબાજી માં રહેતા સાત વ્યાજખોરોએ ધાક ધમકી આપતા અને પરેશાન કરતા પીડિત મહિલાએ ઝેરી દવા ગટગટાવી અને જીવન ટૂંકાવ્યું હતું આ પીડિત મહિલાને નાણાભીડ હોય આ વ્યાજખોરોએ ૩૦ ટકાના ઊંચા વ્યાજદર થી મહિલાને નાણાં આપ્યા હતા
ત્યારબાદ નાણાંની વ્યવસ્થા ન થતા વ્યાજખોરો મૃતક મહિલાના ઘરે જઈને ભાગ ધમકી આપતા અને પઠાણી ઉઘરાણી કરતા જેનું મહિલાને લાગી આવતા અંબાજીના જય અંબે ફ્લેટમાં રહેતી મહિલાએ ઝેરી દવા ગટગટાવી અને પોતાનું જીવન ટુંકાવ્યું હતું
જાેકે મહિલા ના પુત્ર એ સાત વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ કરી છે.અને ૩ વ્યાજખોરો ની અટકાયત કરી છે. જેને લઇને અંબાજી પોલીસ પી.આઇ જે.બી. આચાર્ય મૃતકના મોત મામલે તપાસ હાથ ધરી છે.*