Western Times News

Gujarati News

અંબાજી પગપાળા જતા યાત્રિકોને કારે અડફેટે લીધાઃ ૩ મોત

લુણાવાડા : ભાદરવી પૂનમના મેળાની અંબાજીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને રાજયભરમાંથી પગપાળા સંઘો તથા યાત્રિકો અંબાજી જવા રવાના થઈ રહયા છે ખાસ કરીને અંબાજી જતા માર્ગો હાલમાં પદયાત્રિકોથી ઉભરાઈ રહયા છે ત્યારે ગઈકાલે મોડી સાંજે લુણાવાડા પાસે અકસ્માતનો ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં વાહનની હડફેટે આવી જતાં ત્રણ પદયાત્રિકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા જયારે અન્ય કેટલાક શ્રધ્ધાળુઓને ગંભીર ઈજાઓ પહોચી હતી ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા તબીબોની ટીમોને હોસ્પિટલ  રવાના કરી દેવામાં આવ્યા હતાં ઘટનાના પગલે પદયાત્રિકોમાં ભારે રોષ જાવા મળતો હતો.

પંચમહાલનાં લુણાવાડા હાઇવે ઉપર વાટા વછોડા પાસે કારની ટક્કરે ચાલતા ૩ લોકોનાં મોત નીપજ્યાં છે. આ લોકો પગપાળા અંબાજી જઇ રહ્યાં હતાં. હાલ પોલીસે કાર કબજે કરી છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાનાં ભુતપગલાનાં તેમજ સીંગવડ તાલુકાનાં ચુંદડીનાં પરબિયાનાં છે. આ અકસ્માતની જાણ થતાંની સાથે બે એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.

આ મૃતકોનાં પરિવારજનોને બોલાવી દેવામાં આવ્યાં છે. આ અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.
અંબાજી જતાં શ્રધ્ધાળુઓથી હાલમાં અંબાજીના માર્ગો માતાજીના જય જય કારથી ગુંજી રહયા છે રાજયભરમાંથી વિવિધ સંગઠનો હાલમાં સંઘ અંબાજી તરફ પ્રયાણ કરી રહયા છે જેના પગલે અંબાજી પહોંચવાના માર્ગ પર ઠેરઠેર કેમ્પો પણ બનાવવામાં આવ્યા છે

શ્રધ્ધાળુઓના અભૂતપૂર્વ ધસારાના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ બનેલું છે પગપાળા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખાસ કરીને આ માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકો માટે ગાઈડ લાઈન તૈયાર કરવામાં આવી છે પરંતુ કેટલીક વખત પદયાત્રિકો સાથે અકસ્માત સર્જાવાની ઘટનાઓ ઘટી રહી છે આ વખતે પણ આવી જ એક ઘટનાથી શ્રધ્ધાળુઓમાં શોક સાથે રોષ જાવા મળી રહયો છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક જિલ્લા કલેકટર ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા આ ઉપરાંત આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પણ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.