અંબાજી પોલીસ સ્ટેશન નજીક ખાનગી વાહનોમાં ઘેટા બકરાની માફક પેસેન્જર સવારી
બાઈક ચાલકો સામે જાહેરનામાની કાર્યવાહી જ્યારે ખાનગી પેસેન્જર ચાલકોને ઘી કેળા
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) અંબાજી ગ્રામ્ય વિસ્તારમાં દોડતા ખાનગી વાહન ચાલકો ઘેટા બકરાની માફક પેસેન્જર બેસાડી જાહેરનામાનો ભંગ સહિત મોતને આમંત્રણ આપતા વાહનોને કેમ તંત્ર દ્વારા છાવરવામાં આવે છે
તો શું આ વાહનોને નિયમો લાગુ પડતા નથી ? માત્ર બાઈક ચાલકોને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે અંબાજી ના મોટાભાગના મુખ્ય માર્ગ પર ફરજ પરના જવાનો નો પોઈન્ટ મુકવામાં આવ્યો છે તેમજ પોલીસ વાહન પણ આંટાફેરા મારતા હોય છે
તેમ છતાં પણ આવા ઘેટા બકરાની જેમ પેસેન્જર લઈ બજારમાંથી પસાર થતી આ ખાનગી વાહનચાલકોને કેમ છાવરવામાં આવે છે કે પછી તંત્ર અને વાહનચાલકોમાં વહીવટની આપલે કરવામાં આવે છે કે કેમ ? તે અંબાજી ના બાઈક ચાલકોમાં છૂપો રોષ જાેવા મળી રહ્યો છે.
અંબાજી વિસ્તારમાં અને ગામની અંદર થી સીસીટીવી લાગેલા હોય ત્યાંથી પણ તસ્કરો બાઈક ચોરી કરી અને ફરાર થઈ જતા હોય છે અને અંબાજી પોલીસ ઊંઘતી રહી જાય છે અંબાજી ની અંદર બાઈક ચોરીના કેશો વધી રહ્યા છે ત્યારે અંબાજી ની જનતામા પોતાના વાહનો ને લઇ ડરનો માહોલ છવાયેલો છે
ત્યારે પોતાના બાઇકો પોતાની નજર સામે દુકાન દર પોતાની દુકાન આગળ ઉભા રાખે છે ત્યારે પોલીસ તેમની બાઇકોને હટાવી દે છે અને બાઇકને ડિટેન કરી પોલીસ ચોકી લઈ જવામાં આવેછે અને લાગવગ અને માથાભારે લોકો ની બાઈક છોડી મુકવામાં આવે છે જ્યારે ગરીબ અને લાગવગ ન ધરાવતા બાઈક ચાલકોને દંડવામાં આવે છે આવતને લઈ ને પણ લોકોમા ચર્ચાએ જાેર પકડયું છે.