Western Times News

Gujarati News

અંબાજી મંદિર 15થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજી, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 11,176 કેસો નોંધાયા છે અને 5 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે બીજી બાજુ 4285 દર્દીઓ સાજા થયા છે.

જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેથી ચર્ચા વિચારણાના અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેને ધ્યાન લઈ શ્રી અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગના મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો તારીખ 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જ્યારે 15 જાન્યુઆરી 2022થી 22 જાન્યુઆરી 2022 સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર સાંજની આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં 15મી જાન્યુઆરી શનિવારે રજા જાહેર કરાઈ છે, જેથી ઉત્તરાયણની સાથે હવે વાસી ઉત્તરાયણ પણ મનાવી શકાશે. પણ, કોરોના નિયંત્રણની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને આવશ્યક સેવાના વિભાગોમાં કાર્યરત કચેરીઓને રજા સંબંધિત સૂચનાઓ લાગુ પડશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.