Western Times News

Gujarati News

અંબાજી વિસ્તારમાં કોપર, સીસુ અને જસતની શોધ કરાશે

પ્રતિકાત્મક

ગુજરાતમાં વધુ છ જગ્યાએ લિગ્નાઈટ માઈનિંગ શરૂ કરી ક્ષમતા વધારાશે

અંબાજી, ગુજરાતમાં લિગ્નાઈટનું ખાણકામ કરતુૃ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી) રાજ્યમાં વધુ છ સ્થળોએ લિગ્નાઈટનુૃં માઈનીંગ કરીને તેની ક્ષમતામાં વધારો કરશે. આ બ્લોક્સમાં ઉત્પાદન શરૂ કરી રાજય બહારના બજારની શોધ કરાશે.

સરકારી કંપનીના એમ.ડી. રૂપવંતસિંઘ કહે છે કે કંપની હાલ લિગ્નાઈટ માઈનિંગમાં ૮પ ટકા કામગીરી ધરાવે છે. અને ટૂૃક સમયમાં વધુ છ સ્થળોએેે માઈનિંગ શરૂ કરશે. જીએમડીસીને પહેલાંથી પાનેન્ધ્રો એકસટેન્શન અને ભરકંદમમાં લિગ્નાઈટ બ્લોક્સ ફાળવવામાં આવેલા છે.

જ્યારે અન્ય ચાર બ્લોક્સ માટેે ભરૂચ જીલ્લાનાવાલિયા અને દમકાઈ પંડલ, સુરત જીલ્લામાં થાલા અને કચ્છના લખપતમાં અનામત રાખવામાં આવ્યા છે. આ બ્લોકમાં પ૦૦ મિલીયન મેટ્રીક ટન કરતા પણ વધુ જથ્થો હોવાનું અનુમાન છે.

તેમણે જણાવ્યુ હતુ કે કંપનીને છેલ્લા છ મહિનામાં ત્રણ બ્લોક્સ માટે સરકાર તરફથી માઈનિંગ લીઝ માટેના ઈરાદાપત્રો આપવામાં આવેલા છે. અને અમને આશા છે કે આ સ્થળોએે ટૂૃક સમયમાં માઈનિંગ શરૂ કરાશે. રાજ્યમાં સ્થાનિક માંગ પૂર્ણ કરી કંપની હવે લિગ્નાઈટના વધારાના જથ્થાનું વેચાણ કરવા ગુજરાત બહારના બજારો પર નજર દોડાવી રહી છે.

જીઅમડીસી ૬૦ કરોડના સંયુક્ત રોકાણ સાથે કચ્છમાં ડ્રાય કોલ વૌશરી અને ભાવનગરમાં મોડ્યુલર પાયરાઈટ રિમુવલ પ્લાન્ટ સ્થાપવાનુૃ આયોજન કરી રહી છે. જે લિગ્નાઈટની ગુણવતામાં વધારો કરશે. કંપની ઉત્તર ગુજરાતમાં તેની અંબાજીની ખાણમાં નવા બેઝ મિનરલ્સની શોધ કરી રહી છે.

જેમાં કોપર, સીસુ અને જસતની સંભાવના છે. ખાણ-ખનિજ કમિશ્નરેટની રોયલ્ટીની આવક ર૦ર૧-રર ના નવ મહિનામાં ૧ર૦૩ કરોડ હતી. જે નાણાંકીય વર્ષ ર૦રરના અંતે ૧૬૦૦ કરોડ થવાની સંભાવનાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.