અંબાણી ટોપ ૧૦ અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી સાતમા સ્થાને
મુંબઇ, દુનિયાના ટોપ ૧૦ અમીરોની યાદીમાં રિલાયંસ ઇડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે ચોથા સ્થાનથી નીચે ઉતરી સાતમા સ્થાન પર આવી ગયા છે આ પહેલા તે છઠ્ઠા સ્થાન પર હતાં રિલાયંસ ઇડસ્ટ્રીઝના શેરોમાં ઘટડાને કારણે તેમની નેટવર્થ ૫૫૪ મિલિયન ડોલર ઘટી ગઇ છે. જયારે એલન મસ્ક અને વારેન બફેટની સંપતિમાં વધારાથી તેમની રેંક નીચે આવી છે એલન મસ્કની સંપત્તિમાં ૧.૮ અબજ ડોલરનો વધારો થયો છે જયારે બફેટની નેટવર્થ ૦.૫૮ ટકા વધી છે.
ફોર્બ્સ રિયલ ટાઇમ બિલેનિયમ યાદી અનુસાર માર્ક જુકરબર્ગ અને એલન મસ્ક ક્રમશ ચોથા અને પાંચમા નંબર પર છે.જયારે છઠ્ઠા નંબર પર વેરેન બફેટ છે પહેલા નંબર પર અમેજનના સીઇઓ જેફ બેજાેસ બીજા પર બિલગેટ્સ અને ત્રીજા સ્થાન બરનાઇ અર્નાલ્ડ એન્ડ ફિમીલી છે. ૧૫ દિવસ પહેલા મુકેશ અંબાણી દુનિયાની ટોપ ટેન અમીરોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયા હતાં તે સમયે એશિયાના સૌથી અમીર આ વ્યક્તિએ કેટલાક સૌથી મોટા કારોબારીઓને પાછળ પાડી દીધા હતાં આ યાદીમાં સિલિકન વૈલીના મોટા નામ જેવા એલન મસ્ક અને અલફાબેટ ઇકના કો ફાઉન્ડર સગ્રી બ્રિન અને લૈરી પેજ જૈવા નામ સામેલ છે.HS