Western Times News

Gujarati News

અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી આખરે સંન્યાસ જાહેર કર્યો

મુંબઈ, ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી અંબાતી રાયડુએ સંન્યાસ લીધો છે. રાયડુએ ભારત માટે ૨૦૧૩માં ઝિમ્બાબ્વે સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ૫૫ વનડેમાં ૧૬૯૪ રન બનાવ્યા હતા જેમાં ૩ સદી અને ૧૦ અડધી સદી સામેલ છે. તે જ સમયે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ૨૦૧૬માં ટી૨૦ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વાલેર રાયડુએ ૬ ટી૨૦ મેચમાં ૪૨ રન બનાવ્યા હતા.

અંબાતી રાયડુએ આઈપીએલ ૨૦૨૨માં અત્યાર સુધી રમાયેલી ૧૨ મેચોમાં ૨૭.૧૦ની એવરેજથી ૨૭૧ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટમાંથી એક અડધી સદી ફટકારવામાં આવી છે. રાયડુએ ટ્‌વીટ કરીને પોતાના સંન્યાસ અંગે એલાન કર્યું હતું.

૨૦૧૯માં જ્યારે અંબાતી રાયડુને વર્લ્‌ડ કપ રમવાનો મોકો નહોતો મળ્યો તેની જગ્યાએ અન્ય ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે સમયે તે નંબર-૪ પર રમવાનો મજબૂત દાવેદાર હતો. તેને પસંદ ન કરવા બદલ ટીમને ભોગ બનવું પડ્યું હતું અને ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં હારનું એક કારણ હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.