અંબાતી રાયડૂએ થોડા દિવસોમાં જ રાજકારણને છોડી દીધું
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ ૨૮ ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જાેડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો ર્નિણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના ર્નિણય વિશે જણાવ્યું છે. જાે કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી. તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે.
અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (એક્સ) પર ટિ્વટ કરતા લખ્યું, ‘આ બધાને જણાવવા માટે છે કે મેં વાયએસઆરસીપી પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો ર્નિણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહી જાહેર કરવામાં આવશે.’
રાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની હાજરીમાં પાર્ટી સાથે ૨૮ ડિસેમ્બરના રોજ જાેડાયો હતો. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી પણ હાજર હતા. પાર્ટી છોડવાના ર્નિણય અંગે રાયડુએ કઈ સ્પષ્ટ કર્યું નથી.
રાયડુએ આઈપીએલ ૨૦૨૩ પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આઈપીએલ ૨૦૨૩માં અંબાતી રાયડુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. જાે કે આ પહેલા વર્ષ ૨૦૧૯માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો.
તેણે પોતાના ક્રિકેટિંગ કરિયરમાં ૫૫ વન-ડે અને ૬ ટી૨૦આઈ મેચ રમી હતી. આ ઉપરાંત તેણે પોતાના કરિયરમાં ૨૦૩ આઈપીએલ મેચો રમી છે. SS2SS