અંબીકા સોસાયટી હોસપોટ બની ચોરો માટે: એક માસમાં ચોરીનો બીજો બનાવ
વિરપુર: વિરપુર નગરમાં છેલ્લા એક બે માસથી ચોરોનો આંતક વધી જવા પામ્યો છે છેલ્લા એક માસની વાત કરવામાં આવે તો ચોરો એક પછી રહેણાંક અને બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે ત્યારે વિરપુર નગરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે અંબીકા સોસાયટી વિસ્તારમાં ચોરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી જેમાં અંબીકા સોસાયટી રહેતા રાઠોડ ચંન્દ્રસિંહ અભેસિંહ શનીવારે પોતાના વતન ગયેલા હતા તે દરમિયાન મોકા નો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સો તેમના મકાનમાં પ્રવેશ કરી તેમના મકાનનો આગળના ભાગનો દરવાજો તોડી ધરમાં પ્રવેશ્યા હતા
જેમાં ધરની અંદર રાખેલ સોનાની પોચી બે તોલા જેની અંદાજિત કિંમત ૧,૨૫૦૦૦/-(એક લાખ પચ્ચીસ હજાર) ગલ્લામાં બચત કરેલા ચારથી પાંચ હજાર રોકડા અને નવા કપડાં સહિત એમ કુલ મળી એક લાખ ૪૦ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી સવારે ઉપરના મકાનમાં રહેતા ભાડુતીને ખબર પડતાં ચંન્દ્રસિંહને આ બાબતની જાણ કરી હતી પોતાના ઘરે આવ્યા ત્યારે તેઓને ઘરે ચોરી થઇ હોવાની જાણ થઈ હતી
જેથી તાત્કાલિક ચન્દ્રભાઈ એ વિરપુર પોલીસ ને જાણ કરી હતી ઉપરાંત વિરપુર નગરની અંબીકા સોસાયટીના લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અવારનવાર આ સોસાયટીમાં માસમાં એકવાર ચોરી થાય છે હોળી તહેવાર અગાઉ પણ આ સોસાયટીમાં ચોરોએ તરખાટ મચાવ્યો હતો સ્થાનિક લોકોની પ્રબળ માંગ ઉઠી છે સત્વરે ચોરી કરનાર વહેલી તકે પકડી લેવામાં આવે હાલ પોલીસે ચોરીના બનાવન ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.