અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં દીપડો દેખાયો

નાનાપોંઢા વન વિભાગને મળેલી માહિતી મુજબ અંભેટી ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પરિસરમાં દીપડો દેખાયા હોવાના સમાચાર બપોરના સમયે મળતાં નાનાપોંઢા આર.એફ. ઓ. તથા તેમની ટીમે દીપડો પકડવા પાંજરું ગોઠવેલ.
જેમાં રાતના સમયે દીપડો પાંજરે સફળતા પૂર્વક પૂરાતા રાત્રે વેટરનરી ડોકટર દ્વારા હેલ્થ ચેક અપ કરાવતા દીપડો એકદમ તંદુરસ્ત અને સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં હોવાનું જણાતા દીપડાને વહેલી સવારે ડાંગના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ- અશોક જાેષી વલસાડ)