અકસ્માતનો ભોગ બનતા માંડ બચી કુણાલ ખેમૂની કાર
મુંબઇ, રવિવારે સવારે એક્ટર કુણાલ ખેમૂ જ્યારે પત્ની સોહા અલી ખાન અને દીકરી ઈનાયા નૌમી ખેમૂ સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે તેની કાર અકસ્માતનો ભોગ બનતા માંડ-માંડ બચી હતી. કુણાલ ખેમૂની કારમાં તેની પાડોશી તેમજ તેના બે બાળકો પણ સાથે હતા.
તમામ બ્રેકફાસ્ટ માટે બહાર જઈ રહ્યા હતા. કુણાલ ખેમૂએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેવી રીતે એક બેદરકાર ડ્રાઈવરે તેની કારના કારણે દરેકની સલામતી જાેખમમાં મૂકી તે વિશે જણાવ્યું છે, તેમજ કારની નંબર પ્લેટ દેખાઈ તે રીતે ફોટો પણ શેર કર્યો છે.
કુણાલ ખેમૂએ આ સાથે તેમ પણ જણાવ્યું છે કે, વાંક ડ્રાઈવરનો હોવા છતાં તે કારમાંથી બહાર નીકળીને મહિલાઓ અને બાળકોની હાજરીમાં જ ગાળો ભાંડવા લાગ્યો હતો અને આંગળીથી અભદ્ર ઈશારો પણ કર્યો હતો. કુણાલ ખેમૂની કારમાંથી ક્લિક કરવામાં આવેલી તસવીરમાં, તેના વ્હીકલની આગળ સફેદ કલરની લેમ્બોર્ગિની જાેઈ શકાય છે.
તસવીર શેર કરીને ઘટનાનું વર્ણન કરવાની સાથે કુણાલ ખેમૂએ મુંબઈ પોલીસને પણ ટેગ કરી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું છે ‘આજે સવારે ૯ કલાકે હું મારી પત્ની, દીકરી, પાડોશી અને તેના બે બાળકોને બ્રેકફાસ્ટ માટે લઈ ગયો હતો અને જૂહુ જતી વખતે આ PY રજિસ્ટર્ડ કાર ડ્રાઈવર ન માત્ર પૂર ઝડપથી ચલાવી રહ્યો હતો પરંતુ સતત હોર્ન પણ મારતો હતો અને ઓવરટેક કરવાનો પ્રયાસ પણ કર્યો રહ્યો હતો.
અને બાદમાં અચાનક તેણે મારી કાર આગળ આવીને બ્રેક મારી હતી’. આગળ તેણે લખ્યું છે ‘તેણે ન માત્ર પોતાની પરંતુ મારી કારમાં બેઠેલા દરેકની સલામતીને જાેખમમાં મૂકી હતી. કારની ટક્કર ન થાય તે માટે મેં હાર્ડ બ્રેક મારી હતી, મારી કારમાં બેઠેલા બાળકો માટે તે આઘાતજનક હતું.
તે બાદમાં કારમાંથી બાર આવ્યો હતો અને ઘણીવાર અમને ફિંગર દેખાડી હતી, કારમાં મહિલાઓ અને બાળકો છે તે જાેયા બાદ પણ તે અપશબ્દો કહેતો રહ્યો હતો’. તેણે તેમ પણ લખ્યું છે કે ‘તે જે કંઈ કહી રહ્યો હતો તે રેકોર્ડ કરવા મેં ફોન બહાર કાઢ્યો કે તરત જ તે કારમાં બેસીને જતો રહ્યો હતો. હું મુંબઈ પોલીસને આવા ઘૃણાસ્પદ અને અણછાજતા વર્તનની તપાસ કરવાની વિનંતી કરું છું’. સોહા અલી ખાને પણ આ પોસ્ટને રિ-શેર કરી છે.SSS