અકસ્માતો પર કાબૂ મેળવવા માટે ૭૫૦૦ કરોડની યોજના લાગુ થશે

નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, વિભિન્ન ઉપાયો છતાં પણ રોડ અકસ્માતો મામલે ભારતનો રેકોર્ડ ખાસ સારો નથી અને દર વર્ષે આશરે ૧.૫ લાખ લોકો અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે.
ગડકરીએ જણાવ્યું કે, યુદ્ધ અને કોરોના મહામારીના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો માર્ગ અકસ્માતોમાં વધારે લોકોના મોત થાય છે. તેમણે આ બાબતને દુખદ ગણાવી હતી અને કહ્યું કે, આ મામલે ભારતનો રેકોર્ડ વિશ્વના અનેક દેશોની સરખામણીએ ખરાબ છે.
ગડકરીના કહેવા પ્રમાણે સરકાર ટૂંક સમયમાં જ વિશ્વ બેંકની મદદથી ૭,૫૦૦ કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરશે જેથી આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય તથા રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગો પર દુર્ઘટનાની આશંકાવાળા ક્ષેત્રો (બ્લેક સ્પોટ)ને ઘટાડી શકાય.
સરકાર આ મુદ્દાને લઈ ખૂબ જ સંવેદનશીલ છે અને ટૂંક સમયમાં જ દેશભરમાં વિશ્વ બેંકની મદદથી ૭,૫૦૦ કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરવામાં આવશે.SSS