અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જોડાયા
નવીદિલ્હી, અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જાેડાઈ ગયા છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, દુષ્યંત ગૌતમ હાજર હતા. પાર્ટીમાં સામેલ થયા બાદ સિરસાએ કહ્યું કે હું અમિત શાહ અને જેપી નડ્ડાનો આભાર માનું છું, જેમણે મને પાર્ટીમાં સામેલ કર્યો.
આ સાથે જ ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે ઉત્તર ભારતના રાજકારણમાં શીખ ચહેરાઓમાં જે ચહેરો આવશે તે સિરસાથી જ આવશે. હું તેમને ભાજપ પરિવારમાં સામેલ કરું છું. પંજાબની ચૂંટણીમાં તેનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભાજપ માટે આ એક શુભ દિવસ છે. મનજિંદર સિંહ સિરસાના જાેડાવાથી પાર્ટી મજબૂત થશે. દિલ્હી ગુરુદ્વારા પ્રબંધન સમિતિની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ તેઓ ભાજપમાં જાેડાયા હતા. જેપી નડ્ડા અને અમિત શાહે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
ભાજપમાં જાેડાતા પહેલા સિરસાએ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમજ DSGMCની આંતરિક ચૂંટણી ન લડવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું, “અંગત કારણોસર હું દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું. દેશ અને દુનિયાના શીખોએ ઘણું સન્માન આપ્યું છે. આગામી ચૂંટણીથી પણ હું મારી જાતને દૂર રાખીશ. હું મારા સભ્યો, શુભેચ્છકોનો આભાર માનું છું, જેમણે અત્યાર સુધી સાથ આપ્યો છે.HS