અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલની કાર પર હુમલો
ચંદીગઢ, ખેડૂત આંદોલનના પગલે પંજાબનુ રાજકારણ પર ગરમાયેલુ છે અને આ પ્રકારના માહોલમાં આજે પંજાબના જલાલાબાદમાં કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકરો એક બીજાની સાથે ભિડાઈ ગયા હતા.જેમાં ફાયરિંગ પણ થયુ હતુ અને અકાલી દળના નેતા સુખબીર બાદલની ગાડી પર હુમલો પણ થયો હતો.
મળતી વિગતો પ્રમાણે જલાલાબાદમાં નગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહ્યા છે.ગઈકલે પણ આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અહીંયા અથડામણ થઈ હતી.દરમિયાન આજે સુખબીર સિંહ બાદલ અકાલીદળના ઉમેદવારનુ ચૂંટણી ફોર્મ ભરવાનુ હોવાથી જલાલાબાદ પહોંચ્યા હતા.
તેમનો કાફલો પહોંચતાની સાથે જ હંગામો શરુ થઈ ગયો હતો.લોકો બેરિકેડ તોડીને ભેગા થવા માંડયા હતા અને જોત જોતામાં પથ્થરમારો શરુ થઈ ગયો હતો અને ફાયરિંગ પણ થયુ હતુ.દરમિયાન અકાલીદળના કાર્યકરોએ આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસના કાર્યકરોએ સુખબીરસિંહ બાદલના કાફલા પર હુમલો કર્યો છે.
એ પછી મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસો શરુ કર્યા હતા.