અક્ષયકુમાર દર મહિને બાન્દ્રામાં તેનાં જૂના ઘર અને સ્કૂલમાં જાય છે
હું મારા જૂના ઘરે જઉં છું ત્યારે મને સારું લાગે છે:અક્ષય
અક્ષયકુમાર ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં તેણે ખૂબ સંઘર્ષ દ્વારા સ્ટારડમ મેળવ્યું છે
મુંબઈ, અક્ષયકુમાર ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં તેણે ખૂબ સંઘર્ષ દ્વારા સ્ટારડમ મેળવ્યું છે. આ ઇન્ટરવ્યુમાં અક્ષયે જણાવ્યું કે, હું આજે પણ દર મહિને મુંબઇમાં પોતાનાં જૂના ઘરો અને સ્કુલમાં જઉં છું. “હું સવારે ચાર વાગે ઉઠીને મારી કાર કાઢું છું અને સાયન-કોલીવાડામાં જ્યાં રહેતો હતો તે ઘરે જવા નીકળી પડું છું. અમે આ ઘરમાં મહિને ૧૦૦ રૂપિયાનાં ભાડામાં રહેતા હતા.
આ ઉપરાંત બાન્દ્રા ઇસ્ટમાં પણ મારું એક ઘર હતું. ત્યાં પણ હું જઉં છું. હું જયાં ભણ્યો હતો તે સ્કુલમાં પણ જઉં છું. ત્યાં એક ડોન બોસ્કો ચર્ચ પણ છે. ક્યારેક ક્યારેક ચર્ચમાં પણ જઉં છું. ચોકીદાર મને જવા દે છે. જ્યારે હું મારા જૂના ઘરે જઉં છું ત્યારે મને સારું લાગે છે.” અક્ષયે જણાવ્યું કે, “હું પહેલાં જ્યાં ભાડે રહેતો હતો ત્યાંની બિલ્ડિંગ હવે ટૂટવાની છે.
મેં બિલ્ડરને કહ્યું છે કે ત્યાં જે નવી બિલ્ડિંગ બને તેમાં હું ત્રીજો માળ ખરીદી લઇશ. અહીં બે બેડરૂમનો ફ્લેટ હું ખરીદી લઇશ. હું ત્યાં રહીશ નહીં પણ ઘર ખરીદીને રાખી મૂકીશ.” ભૂતકાળની યાદોમાં સરી જતા અક્ષય કહે છે, જૂના ઘર સાથે મારી અનેક યાદો સંકળાયેલી છે. મને હજુ પણ યાદ છે, જ્યારે પિતાજી 9 -6 ની નોકરી કરીને પાછા આવતા હતા ત્યારે હું અને મારી બેન એ ઘરની બારી પાસે જઇને તેમને ઘરે આવતા જોઈતા હતા. આ દ્રશ્ય હજુ મારા માનસપટલ પર અંકિત છે.
અક્ષયે વધુમાં જણાવ્યું કે, “અહીં હજુ પણ જામફળનું ઝાડ છે અને આજે પણ હું જૂના ઘરે જઉં છું ત્યારે ઝાડ પરથી જામફળ તોડીને ઘરે લઈ જવું છું. અહીં મારા મૂળિયાં છે અને હું તેની સાથે જોડે જોડાયેલો રહેવા માંગું છું. હું દિલ્હી જઉં ત્યારે ચાંદની ચોક પણ જઉં છું.” ઉલ્લેખની છે કે મુંબઈ શિફ્ટ થતા પહેલાં અક્ષય કુમાર દિલ્હીમાં રહેતો હતો. અહીં ચાંદની ચોક વિસ્તારમાં એક મકાનમાં તે ૨૪ સભ્યોનાં પરિવાર સાથે રહેતો હતો.ss1