અક્ષયની પૃથ્વીરાજ ચૌહાણનો ગુર્જર સમાજ દ્વારા વિરોધ
મુંબઈ, અક્ષયકુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનો વિરોધ શરુ થઈ ગયો છે. તાજેતરમાં આ ફિલ્મનુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યુ ત્યારે પણ અક્ષય કુમારના લૂકને લઈને લોકોએ આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા.દરમિયાન હવે અજમેરમાં આ ફિલ્મની સામે ભારે વિરોધ પ્રદર્શન થયુ છે અને ફિલ્મના બોયકોટનુ એલાન કરવામાં આવ્યુ છે.
અજમેરમાં ગુર્જર સમાજે ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ અને કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા.તેમણે રસ્તો જામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અખિલ ભારતીય વીર ગુર્જર સમાજ સુધાર સમિતિનુ કહેવુ છે કે, આ ફિલ્મને લઈને સમાજમાં આક્રોશ છે.ફિલ્મનુ નામ બદલીને વધારે સન્માનજનક નામ રાખવામાં આવે તેમજ ફિલ્મમાં તથ્યો સાથે કોઈ ચેડા કરવામાં ના આવે તથા સત્ય જ રજૂ કરવામાં આવે. આ ફિલ્મ ૨૨ જાન્યુઆરીએ રજૂ થવાની છે.જેમાં અક્ષયની સામે માનુષી છિલ્લર નજરે પડશે.SSS