Western Times News

Gujarati News

અક્ષયની ફિલ્મ સૂર્યવંશીએ ૧૫૦ કરોડની કમાણી કરી

મુંબઈ, અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશીએ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

રિલીઝ થયા બાદના બીજા રવિવારે ફિલ્મને ૧૦ કરોડની આવક થઈ હતી અને આ સાથે કુલ કમાણી ૧૫૦ કરોડએ પહોંચી હતી. ‘સૂર્યવંશી’એ રોહિત શેટ્ટીની કોપ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે અને કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે દોઢ વર્ષ બાદ થિયેટરમાં રિલીઝ થઈ છે.

સૂર્યવંશી ૫મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ડોમેસ્ટિક સહિત વર્લ્‌ડ વાઈડ કલેક્શન ૨૧૭.૧૮ કરોડ રૂપિયા થયું છે. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ ખૂબ જલ્દી ૨૦૦ કરોડ કમાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂર્યવંશીએ મુંબઈ, દિલ્હી-ઉત્તરપ્રદેશ તેમજ પૂર્વ પંજાબ કરતા સૌથી વધારે કમાણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સર્કિટમાંથી કરી છે.

સૂર્યવંશીને ઓટીટી પ્લેટફોર્મ સાથેની ડીલથી પણ સારી કમાણી થઈ હોવાના અગાઉ રિપોર્ટ્‌સ હતા. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના એક મહિના બાદ ડિજિલ પ્લેટફોર્મ પર આવવાની છે અને આ માટે મેકર્સને ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

‘સૂર્યવંશી’ ૪ ડિસેમ્બરે ઓટીટી પર ડેબ્યૂ કરશે. અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ સૂર્યવંશીમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ કેમિયો પરંતુ મહત્વનો રોલમાં છે.

ફિલ્મ માર્ચ, ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે રોહિત શેટ્ટીએ થિયેટરમાં જ તેને રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ રોહિત શેટ્ટીએ તે વિકલ્પ પસંદ કર્યો નહોતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.