અક્ષયે ફેન્સ સાથે શેર કર્યો વાઘનો જબરદસ્ત વીડિયો
મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અત્યારે રાજસ્થાનમાં વેકેશન એન્જાેય કરી રહ્યો છે. તે પત્ની અને બાળકો સાથે રજાઓ માણવા ગયો છે. અક્ષય કુમાર રાજસ્થાનથી પોતોના વેકેશનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતો રહે છે. તાજેતરમાં જ અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો છે અને સાથે તેના ભરપેટ વખાણ પણ કર્યા છે.
અક્ષય કુમાર અને ટિ્વન્કલ ખન્નાની ૧૭મી જાન્યુઆરીના રોજ એનિવર્સરી હતી અને તેઓ રણથંભોર નેશનલ પાર્કમાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. અક્ષય કુમારની ઈચ્છા નેશનલ પાર્કમાં વાઘ જાેવાની હતી અને તેની આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. અક્ષય કુમારે વાઘનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, મારી ઈચ્છા પૂરી થઈ અને અપેક્ષા કરતા ઘણી સારી રીતે પૂરી થઈ.
આજે આ ભવ્ય સુંદરતાને જાેઈને ખરેખર મજા આવી ગઈ. મિશન રણથંભોરનો અંત આવ્યો. ઉલ્લેખનીય છે કે પોતાની ૨૧મી એનિવર્સરી સેલિબ્રેટ કરવા ટિ્વન્કલ ખન્ના અને અક્ષય કુમાર દીકરી નિતારા સાથે રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્ક પહોંચ્યા છે. અક્ષય કુમારે આ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે દીકરી નિતારા સાથે મળીને ગાયને ચારો ખવડાવતો જણાઈ રહ્યો છે.
આ વીડિયો શેર કરીને અક્ષય કુમારે લખ્યું છે કે, માટીની સુગંધ, ગાયને ચારો આપવો, ઠંડી હવા- બાળકોને આ બધો અનુભવ કરાવવામાં અનેરો આનંદ આવી રહ્યો છે. આ કેપ્શનની સાથે જ અક્ષય કુમારે આગળ લખ્યુ હતું કે, હવે બસ કાલે વાઘ જાેવા મળી જાય તો મજા આવી જાય. સુંદર રણથંભોર નેશનલ પાર્ક ફરવા આવ્યો છું અને આ પ્રકારના શાનદાર સ્થળો માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરુ છું.
દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ અતરંગી રેમાં સારા અલી ખાન અને ધનુષ સાથે જાેવા મળ્યો હતો. હવે અક્ષય રામસેતુ, મિશન સિન્ડ્રેલા, પૃથ્વીરાજ, રક્ષાબંધન, ગોરખા, ઓએમજી ૨, બચ્ચન પાંડે વગેરે જેવી ફિલ્મોમાં જાેવા મળશે. આ સિવાય થોડા દિવસ પહેલા જ અક્ષયે ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ સેલ્ફીની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન રાજ મહેતા કરશે. તેમણે અગાઉ અક્ષય-કરીનાની ફિલ્મ ગુડ ન્યૂઝનું ડાયરેક્શન કર્યું હતું.SSS