અક્ષયે મજેદાર અંદાજમાં કરી ફિલ્મ સેલ્ફીની જાહેરાત
મુંબઈ, બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને ઈમરાન હાશમી એકસાથે ફિલ્મમાં જાેવા મળવાના છે. અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની એક સેલ્ફી શેર કરી હતી. તો ઈમરાન હાશ્મીએ પણ સેલ્ફી લેતી પોતાની તસવીર શેર કરી હતી. બંને એક્ટર્સે અનોખા અંદાજમાં પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી.
અક્ષય કુમારે સેલ્ફી શેર કરતાં લખ્યું, “મારા દિવસની શરૂઆત સેલ્ફીથી કરી રહ્યો છું, કારણકે કેમ નહીં?”. તસવીરમાં અક્ષય ગોલ્ડન બોમ્બર જેકેટ અને બ્લૂ ડેનિમમાં જાેવા મળે છે. વળી, ઈમરાન હાશ્મીએ પોતાની સેલ્ફી શેર કરતાં લખ્યું, “નવો લૂક, નવા વાઈબ્સ. આજનો દિવસ સેલ્ફી સાથે શરૂ કરવાની પ્રેરણા અક્ષય કુમાર પાસેથી મળી.”
આ તસવીરમાં ઈમરાન બ્લૂ રંગની ટી-શર્ટમાં જાેવા મળે છે. આ સેલ્ફી પોસ્ટ કર્યાના થોડા સમય બાદ અક્ષય કુમારે ઈમરાન હાશ્મી સાથેની સેલ્ફી શેર કરી હતી. આ ફોટોમાં બંને બાઈક પર બેસીને સેલ્ફી લેતાં દેખાય છે. અક્ષયે આ ફોટો શેર કરતાં લખ્યું, “મને ઈમરાન હાશ્મીમાં પર્ફેક્ટ સેલ્ફી પાર્ટનર મળી ગયો.
કરણ જાેહર અમે સેલ્ફી ગેમમાં કમાલ કરી કે નહીં? આ સેલ્ફીઓ પોસ્ટ કર્યા બાદ અક્ષય કુમારે ઈમરાન સાથેની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ની જાહેરાત કરતો વિડીયો શેર કર્યો છે. જેમાં અક્ષય કુમાર રોડ પર મ્યૂઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડતો જાેવા મળે છે. ત્યાં જ ઈમરાન બાઈક પર આવે છે અને ‘ખિલાડી’ને તેની સાથે સેલ્ફી લેવાનું કહે છે. અક્ષય કુમારે વિડીયો શેર કરતાં લખ્યું, “તમારી સમક્ષ રજૂ કરીએ છીએ ‘સેલ્ફી’. આ એવી મુસાફરી છે જે તમને અઢળક મનોરંજન, હાસ્ય અને લાગણીઓ તરફ લઈ જશે. જલદી જ શૂટિંગ શરૂ થશે.”SSS