અક્ષય અને ધનુષ સાથે સારા રોમાંસ કરશે: ટૂંકમાં શૂટિંગ

મુંબઇ, આનંદ એલ રાયની આગામી નિર્દેશન હેઠળની અતરંગીરે ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ધનુષની જોડી સારા સાથે જોવા મળશે. આનંદ એલ રાયની ક્રોસ કલ્ચર લવ સ્ટોરી બે જુદા જુદા યુગમાં જોવા મળશે. બંને અભિનેતા સારા અલી ખાન સાથે રોમાંસ કરતા નજરે પડશે. મળેલી માહિતી મુજબ બિહારની યુવતીની ભૂમિકામાં રહેલી સારા અલી ખાન ધનુષના પ્રેમમાં દેખાશે જે દક્ષિણના યુવાનની ભૂમિકામાં દેખાશે. અક્ષય કુમારની ભૂમિકાને લઇને હજુ સુધી માહિતી મળી નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે, અક્ષયકુમાર કેમિયોની ભૂમિકામાં રહેશે.
બીજી બાજુ ફિલ્મના નિર્માતા-નિર્દેશક આનંદ એલ રાયે કહ્યું છે કે, અક્ષયકુમાર એક ખાસ ભૂમિકા અદા કરનાર છે. એવું જાણવા મળ્યું છે કે, ધનુષ અને અક્ષય બંને સારા સાથે રોમાંસ કરતા દેખાશે પરંતુ આ કોઇ ત્રિકોણીય પ્રેમ ઉપર આધારિત ફિલ્મ નથી. કારણ કે, જુદા જુદા યુગના ટ્રેક આમા દર્શાવવામાં આવશે. અતરંગી રે નામની ફિલ્મ એક અલગ પ્રકારની ફિલ્મ રહેશે. માર્ચ મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે.
એપ્રિલના મધ્ય સુધી અક્ષયકુમાર શૂટિંગમાં જાડાશે. ૮૦ અને ૯૦ના દશકનો ગાળો દર્શાવવામાં આવશે. ૨૦૨૧માં વેલેન્ટાઇન ડેના દિવસે આ ફિલ્મને રજૂ કરવાની યોજના રાખવામાં આવી રહી છે. ધનુષ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યો છે. લાંબા ગાળા બાદ ધનુષ મુખ્ય ભૂમિકામાં નજરે પડનાર છે. સૌથી પહેલા બિહારમાં શૂટિંગ કરાશે ત્યારબાદ મદુરાઈમાં શૂટિંગ કરાશે. ફિલ્મમાં બે સંસ્કૃતિની ઝલક જોવા મળશે જેમાં ઉત્તર અને દક્ષિણની ભૂમિકા જાવા મળી શકે છે. અક્ષયકુમાર હાલ તેની અન્ય ફિલ્મમોને લઇને વ્યસ્ત છે.