Western Times News

Gujarati News

અક્ષયકુમારની રિવરફ્રન્ટ પર જોવા મળશે ‘બચ્ચન પાંડે કી સવારી’

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર તેમની લાંબા સમયથી રાહ જોવાતી એક્શન કોમેડી બચ્ચન પાંડેનું ધમાકેદાર પ્રચાર કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ખેલાડી કુમાર ઉપરાંત ક્રિતિ સેનન, જ્વેકલીન ફર્નાન્ડિઝ અને અરશદ વારસી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

અક્ષય તેમની ફિલ્મનો પ્રચાર ખૂબજ અલગ અંદાજમાં કરી રહ્યાં છે. આ માટે સુપરસ્ટારે ‘બચ્ચન પાંડેકી સવારી’ને લીલી ઝંડી બતાવી છે, જે એક ટ્રકની સવારી છે અને તે મુંબઇથી દિલ્હી સુધીના શહેરોની યાત્રા કરશે.

ફિલ્મમાં જે પ્રકારે અક્ષયનું પાત્ર ટ્રક ચલાવતા જોવા મળે છે અને તે ફિલ્મનું એક મુખ્ય આકર્ષણ પણ છે ત્યારે ફિલ્મના નિર્માતાઓએ એક ટ્રકમાં વિશિષ્ટ પ્રકારે માર્ગ ઉપરની યાત્રા બનાવી છે, જે જૂહુ (મુંબઇ)થી સન-એન્ડ-સેન્ડ હોટેલથી શરૂ થયાં બાદ 15 માર્ચે અમદાવાદમાં સિંધુ સર્કલથી શરૂ થઇને રિવરફ્રન્ટ ઉપર આખરી લોકેશન ઉપર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે બચ્ચન પાંડે કી સવારી તેની યાત્રા દરમિયાન વિવિધ સ્થળો ઉપર પણ જોવા મળશે.

બીજી તરફ બચ્ચન પાંડે કી સવારી અંગે વાત કરતાં સુપરસ્ટાર અક્ષય કુમારે જણાવ્યું હતું કે, આ બચ્ચન પાંડેની સવારી છે.

આ ટ્રક સુરત, ત્યારબાદ અમદાવાદ, ઉદેપૂર, ઇન્દોર, અજમેર અને છેલ્લે ગુરુગ્રામ પહોંચશે. આ ટ્રક ઉપર દર્શાવેલા નંબર ઉપર તમે ફોન કરીને મારી સાથે જોડાવાની તક મેળવી શકો છો. બાકીનું તમને ફિલ્મમાં જોવા મળશે.

જો તમે અક્ષય કુમારના ચાહક હોવ તો તમારા માટે ખાસ મોકો છે કારણકે તમે બચ્ચન પાંડે કી સવારી એટલેકે તેમની ટ્રક જોઇને 7069066777 ઉપર કોલ કરીને અક્ષય કુમાર સાથે વાત કરવાની તક મેળવી શકો છો.

ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત બચ્ચન પાંડે ફિલ્મના ટ્રેલરને જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. ફિલ્મમાં ક્રિતિ સેનન, અરશદ વારસી, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અભિમન્યુ સિંહ અને જ્વેકલીન ફર્નાન્ડિઝ જેવાં પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે.

‘હોલી પે ગોલી’ માટે તૈયાર થઇ જાઓ કારણકે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટની બચ્ચન પાંડેને 18 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલિઝ માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.