અક્ષય કુમારની એક પછી એક ફિલ્મો ફલોપ જતા પ્રોડયૂસર્સ હાથ પાછા ખેંચી રહ્યા છે
મુંબઇ, બોલિવુડના ખેલાડી અભિનેતા અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ પછી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડતા તેના વળતા પાણી થઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા છતા દર્શકો ફિલ્મ જાેવા આવ્યા નહોતા. હવે પ્રોડયૂસર હાથ ખેંચી રહ્યા છે અને અક્ષયની આગામી ફિલ્મો પણ અટકાવી દેવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, ખેલાડીએ ક્વોલિટીને બદલે ક્વોન્ટિટી પર વધારે ધ્યાન આપ્યું છે.
અક્ષય કુમાર એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કરે છે. તે વર્ષમાં ૩-૫ ફિલ્મો આપે છે. પરંતુ એવું લાગે છે કે હવે તેણે ક્વોન્ટિટીને બદલે ક્વોલિટી પર ધ્યાન આપવું જાેઈએ કારણ કે, આડેધડ ફિલ્મો કરવાની આડ અસરો હવે દેખાઈ રહી છે. તેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ રીતે ફલોપ ગઇ છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ફિલ્મને ટેક્સ ફ્રી કર્યા પછી પણ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને બહુ ફાયદો થયો ન હતો.
આ પહેલા પણ અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ પણ બોક્સ ઓફિસ નિષ્ફળ નિવડી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે નિર્માતા તેની આગામી ફિલ્મો માટે તેમના હાથ ખેંચી રહ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેની ફિલ્મ ‘ગોરખા’ને હાલ પુરતી રોકી દેવામાં આવી છે. સાઉથ સુપરસ્ટાર સુર્યા પણ અક્ષય કુમાર સાથેની તેની ફિલ્મ વિશે પુનર્વિચાર કરી રહ્યો છે અને આ ફિલ્મને હાલ માટે અટકાવી દેવામાં આવી છે. એવા પણ અહેવાલો છે કે, યશરાજ ફિલ્મ્સ અક્ષય સાથે ‘ધૂમ ૪’ બનાવવા માંગતી હતી.
પરંતુ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની ફિલ્મનું ભાવિ જાેયા બાદ હવે નિર્માતા તેની સાથે આ ફિલ્મ કરવા તૈયાર નથી. આ રીતે, ક્વોન્ટિટીમાં માનતા અક્ષય કુમારે હવે ક્વોલિટી પર ધ્યાન આપવું જાેઈએ કારણ કે, ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં એવી ઘણી ખામીઓ છે જે એ હકીકત તરફ ઈશારો કરે છે કે ઐતિહાસિક ફિલ્મોમાં કલાકારોએ ઘણો સમય આપવો પડે છે અને પાત્રમાં સંપૂર્ણરીતે ઇન્વોલ્વ થવું પડે છે. પરંતુ આ કિસ્સામાં અક્ષય કુમાર ચૂકી ગયો. એ જ રીતે અક્ષય કુમારે તેના પાત્રોને થોડો વધુ સમય આપવો જાેઈએ.HS2KP