અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર રિલીઝ
મુંબઈ, અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ રક્ષાબંધનનું ટ્રેલર આવી ગયું છે. આનંદ એલ રાય ડિરેક્ટેડ અને હિમાંશુ શર્મા-કનિકા ઢિલ્લોંએ લખેલી આ ફિલ્મ ‘રક્ષાબંધન’ના દિવસે એટલે કે તારીખ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨એ રિલીઝ થશે. એક્ટર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘રક્ષાબંધન’માં પ્રેમ, લાગણી અને જવાબદારી જાેવા મળી રહી છે.
પારિવારિક સંબંધો આસપાસ ગૂંથાયેલી આ ફિલ્મ ‘રક્ષાબંધન’માં અક્ષય કુમારની કૉમેડી પણ જાેવા મળી રહી છે. ‘રક્ષાબંધન’ના ટ્રેલરમાં પ્રેમ અને લાગણીના ઘણાં રંગ જાેવા મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ રક્ષાબંધનની રીલિઝ ડેટ સામે આવી ગઈ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, પરંતુ ફિલ્મ કંઈ ખાસ કમાણી નથી કરી શકી. ફિલ્મને ઘણો નબળો પ્રતિસાદ મળ્યો છે. હવે અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે. રક્ષાબંધન ફિલ્મને ૧૧મી ઓગસ્ટના રોજ રીલિઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનનો તહેવાર પણ દેશભરમાં આ જ દિવસે ઉજવવામાં આવશે. અહીં રસપ્રદ વાત એ છે કે તહેવારના આ દિવસે સિનેમાઘરોમાં બે મોટી ફિલ્મોની ટક્કર થઈ શકે છે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ ૧૧મી ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. બોલિવૂડના ખિલાડી કુમારની ટક્કર બોલિવૂડના પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન સાથે થશે ત્યારે જાેવાનું એ રહેશે કે કઈ ફિલ્મ બાજી મારશે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પોપ્યુલર હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક છે, જેમાં આમિરની સાથે કરીના કપૂર ખાન પણ જાેવા મળશે.
અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની કમાણીમાં ૮૦% સુધીનો ઘટાડો નોંધાયો છે. આશરે ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની બોક્સ ઓફિસ પર આવી હાલત થશે તે વિશે કદાચ કોઈએ પણ વિચાર્યું નહીં હોય! અહીં નોંધનીય છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થિયેટરમાં નહીં ચાલવા પાછળના કારણ જણાવતા કહ્યું કે સૌપ્રથમ તો ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું ટ્રેલર જાેઈને દર્શકોને આ ફિલ્મ જાેવાની ઈચ્છા થવી જાેઈતી હતી. પણ, તેનું ટ્રેલર કોઈ ખાસ કમાલ દેખાડી શક્યું નહીં.
મને આ ફિલ્મ સારી લાગી પણ તેનું મ્યુઝિક ખાસ સારું લાગ્યું નહીં. મને આશા હતી કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દર્શકો જાેશે કારણકે તેની સ્ટારકાસ્ટ ઘણી સારી છે. પણ, દર્શકોએ થિયેટરમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર કોઈ ખાસ પસંદગી ઉતારી નહીં જે જાેતાં હું પણ ચોંકી ગયો છું.SS1MS