અક્ષય કુમારની બચ્ચન પાંડેના પાટિયા પડી ગયા
મુંબઇ, બોક્સ ઓફિસ પર એક્ટર અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી. જ્યારે બીજી બાજુ ઓછા બજેટની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણી ૨૦૦ કરોડ આસપાસ પહોંચી ગઈ છે. અક્ષય કુમારની મોટા બજેટની ફિલ્મ ‘બચ્ચન પાંડે’એ અત્યાર સુધીમાં થિયેટર્સમાં કુલ ૪૪.૫૦ કરોડની કમાણી કરી છે.
ગુરુવારે મોર્નિંગ શૉમાં પણ ‘બચ્ચન પાંડે’ના શૉમાં થિયેટર્સમાં ઘણાં ઓછા દર્શકો જાેવા મળ્યા હતા. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ‘બચ્ચન પાંડે’ તેના પ્રથમ અઠવાડિયામાં ૪૭ કરોડ આસપાસની કમાણી કરી શકે છે.
અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ થિયેટર્સમાં કોઈ ખાસ કમાલ દેખાડી શકી નથી ત્યારે બીજી બાજુ નાના બજેટની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ધ કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર ૧૩ દિવસમાં ૨૦૦ કરોડ આસપાસની કમાણી કરી છે.
ત્યારે શુક્રવારથી ‘બચ્ચન પાંડે’ની કમાણી અને સ્ક્રીન્સ ઘટી શકે છે. ધ કાશ્મીર ફાઈલ્સ’માં પ્રોફેસર રાધિકા મેનનનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ પલ્લવી જાેષીએ કેટલાંક સવાલના તર્કબદ્ધ જવાબ આપ્યા છે.
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે કરાયેલા રિસર્ચ વિશે વાત કરતા એક્ટ્રેસ પલ્લવી જાેષીએ કહ્યું કે, અમે સામાન્ય રિસર્ચ તો કર્યું જ હતું પણ સાથે-સાથે તે કાશ્મીરી પંડિતોને પણ મળ્યા કે જેમણે સ્વજનોને ગુમાવ્યા હતા અને જેઓના ઘર લૂંટવામાં આવ્યા હતા.
જેઓના સ્વજનોની હત્યા કરવામાં આવી તેઓને અમે મળ્યા અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટેનું રિસર્ચ કર્યું હતું. કાશ્મીરી પંડિતોની માફક ગોધરા અથવા કોઈ અન્ય જગ્યાએ મુસલમાનો સાથે થયેલા અન્યાય પર ફિલ્મ બનાવવાના મુદ્દે એક્ટ્રેસ પલ્લની જાેષીએ કહ્યું કે આ સવાલ કેમ અમને જ પૂછી રહ્યા છો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજા લોકો પણ છે.
વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટેડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં કાશ્મીર સંબંધિત વિવિધ મુદ્દાઓ જાેવા મળી રહ્યા છે. કાશ્મીરના મુદ્દે સત્ય ઘટનાઓ પર આધારિત અને પીડિતોની વ્યથા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જાેષી, પુનિત ઈસ્સર, દર્શન કુમાર સહિતના કલાકારો જાેવા મળશે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘કાશ્મીર સંબંધિત મુદ્દાઓને મોટા પડદે રજૂ કરવા સરળ નહોતું, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. ભારત દેશના અનેક રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના વખાણ કર્યા છે અને કહ્યું હતું કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેવી વધુ ફિલ્મો બનાવવાની જરૂર છે કે જેથી લોકો સત્ય જાણી શકે. આ ફિલ્મ બાબતે તમામ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.SSS