અક્ષય કુમારની બેલ બોટમ એચડી પ્રિન્ટમાં લીક થઈ
કંગનાએ અક્ષયની ફિલ્મ બેલ બોટમને બ્લોકબસ્ટર ગણાવી
મુંબઈ, અક્ષય કુમારની લેટેસ્ટ મુવિ બેલ બોટમ કોરોના વાયરસની બીજી લહેર પછી પણ થિએટર્સમાં રિલીઝ કરવાનું જાેખમ ઉઠાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં થિએટર્સ બંધ હોવા છતાં ફિલ્મ મેકર્સે લોકડાઉન પછી ફિલ્મ રિલીઝ કરવાનો ર્નિણય લીધો હતો. પરંતુ ફિલ્મ રિલીઝ થવાના કલાકોની અંદર જ ઓનલાઇન લીક થઇ ગઇ છે. એક એન્ટરટેનમેન્ટ પોર્ટલના જણાવ્યા અનુસાર, ‘બેલ બોટમ’ ઇન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. ફિલ્મ ‘બેલ બોટમ એચડી પ્રિન્ટમાં તમિલરોકર્સ, ફિલ્મીવૈપ અને અન્ય બીજી પાઇરેટેડ સાઇટ્સ પર ઓનલાઇન ડાઉનલોડ માટે મૂકી દેવામાં આવી છે. ફિલ્મ માટે દર્શકો અને સમીક્ષકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે.
બેલ બોટમને આ કપરા સમયમાં થિએટર્સમાં રિલીઝ કરવાના અક્ષય કુમાર અને ટીમના ર્નિણયના કંગના રનૌત, રિતેશ દેશમુખ, અજય દેવગણ અને અન્ય બોલીવુડ કલાકારોએ વખાણ કર્યા હતા. ફિલ્મ મેકર્સે બુધવારે મીડિયા માટે સુરતમાં સ્પેશયલ સ્ક્રિનિંગ રાખી હતી. આ ફિલ્મ થ્રીડીમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના મુખ્ય પાત્ર ભજવનાર અક્ષય કુમારે બેલ બોટમની સિક્વલ વિશે પણ વાત કરી હતી.
અક્ષયે આ અંગે ખુલાસો કર્યો હતો કે જે રીતે ફિલ્મ ખતમ થાય છે એની સિક્વલ બનવાની સંભાવના છે. અક્ષયે એમ પણ કહ્યું હતું કે જાે ફિલ્મ મેકર્સ સારી સ્ક્રિપ્ટ લાવે છે તો ફિલ્મ પર કામ કરી શકાય છે. અક્ષય કુમાર હાલમાં લંડનમાં છે અને આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે રકુલપ્રીત સિંહ પણ જાેવા મળશે. આ સિવાય અક્ષય કુમાર ‘રક્ષા બંધન’, ‘રામ સેતુ’, ‘અતરંગી રે’ અને ‘સૂર્યવંશી’માં જાેવા મળશે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ બેલ બોટમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ઘણી ચર્ચામાં પણ છે. પ્રશંસકો સહિત બોલિવૂડના સ્ટાર્સ અક્ષયના કામ અને તેની ફિલ્મના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. હવે કંગના રનૌટએ પણ ફિલ્મ બેલ બોટમને બ્લોકબસ્ટર ગણાવી છે. કંગનાએ ફિલ્મ બેલ બોટમને જાેયા બાદ અક્ષય કુમારની સાથોસાથ ફિલ્મની સમગ્ર ટીમના વખાણ કર્યા છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર ફિલ્મનો ફોટો શૅર કરતાં કહ્યું છે કે, આજે જ બ્લોકબ્લસ્ટર ફિલ્મ બેલ બોટમને સિનેમાઘરોમાં જુઓ. સમગ્ર ટીમને પહેલું પગલું ભરવા માટે અભિનંદન. SSS