અક્ષય કુમારે ગાયત્રી મંત્ર સાથે નવા વર્ષની શરૂઆત કરી
મુંબઈ: ૨૦૨૧ના વર્ષની શરૂઆત થઈ ગઈ છે. બોલિવુડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફોલોઅર્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેઓ હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર અક્ષય કુમારે પણ પોતાના ચાહક વર્ગ અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
અક્ષય કુમારે ૨૦૨૧ના પહેલા સૂર્યોદયનો વિડીયો શેર કર્યો છે. ૨૦૨૧ની સવારની શરૂઆત અક્ષય કુમારે ગાયત્રી મંત્ર બોલીને કરી છે. નવું વર્ષ સૌના માટે ખુશીઓ અને સફળતા લઈને આવે તેવી પ્રાર્થના એક્ટરે કરી છે. અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ૨૦૨૧ની પહેલી સવારનો વિડીયો શેર કરતાં લખ્યું,
“જાે તમે ચૂકી ગયા હો તો આ રહી ૨૦૨૧ના પહેલા સૂર્યોદયની ઝલક સૌની સફળતા અને ખુશીઓ માટે પ્રાર્થના કરું છું. આવનારું વર્ષ ખૂબ સારું રહે તેવી શુભકામના! હેપી ન્યૂ યર.” વિડીયોમાં ઉગતા સૂરજની સાથે ગાયત્રી મંત્ર બોલતાં અક્ષય કુમારને સાંભળી શકાય છે.
દરમિયાન અક્ષય કુમારની પત્ની અને એક્ટ્રેસ ટિ્વન્કલ ખન્નાએ નવા વર્ષની શુભેચ્છા આપવા એક સરસ સેલ્ફી પોસ્ટ કરી છે. રમૂજી અને કટાક્ષ કરતાં કેપ્શન આપવા માટે જાણીતી ટિ્વન્કલે ૨૦૨૦ને પણ પોતાના અંદાજમાં અલવિદા કહ્યું છે. અક્ષય કુમાર સાથે સેલ્ફી પોસ્ટ કરીને ટિ્વન્કલે લખ્યું, “હેપી ન્યૂ યર અને ભયાનક ૨૦૨૦, ચલ ફૂટ અહીંથી. વર્કફ્રંટની વાત કરીએ તો,
આગામી વર્ષે અક્ષય કુમાર પાસે ઘણાં રસપ્રદ પ્રોજેક્ટ છે. ‘અતરંગી રે’, ‘બચ્ચન પાંડે’, ‘બેલ બોટમ’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘પૃથ્વીરાજ’ અને ‘રામ સેતુ’ જેવી ફિલ્મોમાં અક્ષય કુમાર જાેવા મળશે. મહામારી દરમિયાન અક્ષય કુમારે સ્કોટલેન્ડમાં ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ કર્યું હતું.
કોરોના કાળમાં વિદેશમાં શૂટ થનારી આ બોલિવુડની પહેલી ફિલ્મ છે. આ સિવાય અક્ષય કુમાર હાલ સારા અલી ખાન અને ધનુષ સાથેની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ કરી રહ્યો છે. ૨૦૨૦માં અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ રિલીઝ થઈ હતી.