અક્ષય કુમાર અને કિયારા અડવાણીની જોડી ચકમશે
મુંબઇ, સુપરહિટ તમિળ ફિલ્મ કંચનાની હિન્દી રીમેકમાં હવે અક્ષય કુમાર અને કિયારા અડવાણી જાવા મળનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. ફિલ્મને હાલના કાર્યક્રમ મુજબ ૨૨મી મેના દિવસે રજૂ કરી દેવાશે. કંચનાની હિન્દી રીમેક ફિલ્મ સાથે ફિલ્મ નિર્માતા રાઘવ લોરેન્સ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી ચુક્યા છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે રીમેક લક્ષ્મી બોંબ નામથી બનનાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોરેન્સે કહ્યુ છે કે અક્ષય કંચનાના રીમેકમાં કામ કરી રહ્યો છે. આશરે દોઢ વર્ષના લાંબા ગાળા બાદ અક્ષય કુમાર ભારે ખુશ છે . કંચનાની હિન્દી રીમેક એક આત્મા માટેની ફિલ્મ છે. જે એક શરીરને કાબુમાં લઇને ખરાબ કરનારને મારવા લાગી જાય છે.લોરેન્સ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હિન્દી ચાહકોની દ્રષ્ટિએ ફેરફાર કરવામા આવી રહ્યા છે.
કિયારા અડવાણીને લઇને કહેવામાં આવ્યુ છે કે તે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. તેની પાસે હવે નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. કંચનાની રીમેક ફિલ્મમાં અન્ય કલાકારો કોણ રહેશે તે અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. કબીર ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાથ લાગી ગયા બાદ હવે તે શ્રેણીબદ્ધ ફિલ્મ હાથમાં ધરાવે છે. તેની પાસે અન્ય કેટલીક ફિલ્મો પણ છે. જેમાં જુડ ન્યુઝ પણ સામેલ છે. અક્ષય કુમારની હાલમાં હાઉસફુલ સિરિઝની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે મલ્ટીસ્ટાર ફિલ્મ હોવા છતાં બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી. હવે તેની પાસેથી વધારે શાનદાર રોલ માટેની આશા છે. કિયારા ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે.