અક્ષય કુમાર જેવા સ્ટાર્સ ડરથી ચૂપચાપ કોલ કરે છે
મુંબઈ: બોલીવુડની ક્વીન કંગના રનૌટ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમજ સોશ્યલ મીડિયા પર દરેક મુદ્દે બેબાકીથી પોતાની વાત મૂકે છે. ત્યારે હવે કંગનાએ મૂવી માફિયા પર વધુ એક ટિ્વટ કર્યું છે. કંગનાએ પોતાના ટિ્વટમાં કહ્યું છે કે કેવી રીતે મોટા મોટા સ્ટાર્સ ‘મૂવી માફિયા’ના ડરથી તેની પ્રશંસા કરવા માટે સિક્રેટ કોલનો સહારો લે છે. એટલું જ નહીં,
પોતાના ટિ્વટમાં કંગનાએ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારનું પણ નામ લીધું છે. જેને લઈને સોશ્યલ મીડિયા પર આ ટિ્વટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. કંગના રનૌટનું આ ટિ્વટ સ્ક્રીન રાઇટર અનિરુદ્ધ ગુહાના એક ટિ્વટ બાદ આમે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધ ગુહાએ ટિ્વટર પર એક પોસ્ટ જાેઈ હતી. જેમાં લખ્યું હતું કે, બોલીવુડમાં પોતાનો વિચાર રાખવો એ તમને મુસીબતમાં નાંખી શકે છે.
ત્યારે અનિરુદ્ધે ટિ્વટ કર્યું હતું કે, ‘કંગના રનૌટ એક અસાધારણ અને પેઢીમાં એક વખત થનાર એક્ટ્રેસ છે. આ ટિ્વટ જાેયા બાદ કંગનાએ લખ્યું, ‘બોલીવુડ એટલું શત્રુતાપૂર્ણ છે કે અહીં મારી પ્રશંસા કરવી એ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. મને ઘણા સિક્રેટ કોલ્સ અને મેસેજ આવે છે. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ પણ આવું કરે છે. અક્ષય કુમારે ફિલ્મ થલાઈવી માટે મારી ખુબ પ્રશંસા કરી,
પરંતુ તેઓ આલિયા કે દીપિકાની ફીલ્મોની જેમ તેની જાહેરમાં પ્રશંસા નથી કરી શકતા. મૂવી માફિયાનો આતંક. કંગનાએ વધુ એક ટિ્વટ પણ કર્યું, જેમાં તેણે લખ્યું, ‘કદાચ એક કલાથી જાેડાયેલી ઇન્ડસ્ટ્રી ઓબ્જેક્ટિવ રહી શકતી અને પાવરના ખેલ અને રાજનીતિમાં ન હોત. જયારે સિનેમાની વાત આવે છે, ત્યારે મારા પોલિટિકલ વ્યૂઝ અને આધ્યાત્મ મને બુલી કરવા માટે ટાર્ગેટ ન બનાવવી જાેઈએ. જાે આવું થાય છે તો હું જ તેમાં જીતુ છું.