અક્ષય કુમાર માલદીવમાં રજાઓ માણી રહ્યો છે

મુંબઇ, બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે હાલમાં પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. એક્ટરે હાલમાં માલદીવનો એનો એક વીડિયો શેર કર્યો છે. ફિટનેસ માટે જાણીતો અક્ષય કુમાર વીડિયોમાં સાયકલિંગ કરતો જાેવા મળી રહ્યો છે. અક્ષય કુમારે એના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો.
જેમાં એ માલદીવમા સાયકલ રાઇડની મજા લઇ લેતો જાેવા મળ્યો હતો. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રેનું એક સોન્ગ વાગી રહ્યું હતું. આ પહેલા પણ એક્ટરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં એ પોતાના ખભા પર સ્પીકર લઇને ચાલતાં-ચાલતાં મ્યુઝિકનો આનંદ લઇ રહ્યો હતો.
આ વીડિયોમાં એક્ટરની પુત્રી નિતારા પણ જાેવા મળી છે. અક્ષય કુમારની પત્ની અને એક્ટર ટિ્વંકલ ખન્નાનો આજે એટલે કે ૨૯ ડિસેમ્બરે જન્મ દિવસ છે. ટિ્વકંલ ખન્નાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એ માલદીવમાં પાણી વચ્ચે બનેલા બ્રિજ પર ચાલતી જાેવા મળે છે.
આ વીડિયોમાં નિતારાને પણ જાેઇ શકાય છે. ટિ્વંકલે વીડિયો સાથે જણાવ્યું- બર્થડે સેલિબ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. એક પછી એક હિટ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમારે હાલમાં બ્રેક લીધો છે. અક્ષય કુમાર પાસે હાલમાં ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘રામ સેતુ’, ‘રક્ષા બંધન’, ‘મિશન સિંડ્રેલા’ અને ‘ઓ માય ગોડ ૨’ જેવી ફિલ્મો છે. આ સિવાય અક્ષય કુમાર ‘બડે મિયાં છોટે મિયાં’ પણ જાેવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ જાેવા મળશે.SSS