અક્ષય ખન્ના હવે એનએસજી કમાન્ડોની ભૂમિકામાં કામ કરશે
મુંબઇ: અક્ષય ખન્ના હવે ફિલ્મોમાં બહુ ઓછો જાેવા મળે છે. તેને લઈને એક સમાચાર છે કે, તે આગામી ફિલ્મમાં એનએસજી કમાન્ડોની ભૂમિકામાં કામ કરશે. જે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે.
મળેલી માહિતી મુજબ, સ્ટેટ ઓફ સીજ ઃ અક્ષરધામ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પરથી રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મ અક્ષરધામ મંદિર પર થયેલા આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડો દ્વારા ચલાવામાં આવેલા ઓપરેશન પર આધારિત હશે.
જેમાં અક્ષય ખન્ના એનએસજી કમાન્ડોનું પાત્ર ભજવશે.અક્ષયધામના સંપૂર્ણ ઓપરેશનને સફળ બનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા એનએસજી કમાન્ડોએ ભજવી હતી. આ ફિલ્મના એકશન દ્રશ્યો માટે અત્યાધુનિક ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવશે. આ ફિલ્મ અક્ષરધામના આતંકી હુમલામા શહીદ થયેલા લોકોને સમર્પિત કરવામાં આવશે.