Western Times News

Gujarati News

અક્ષય-ટાઈગર બડે મિયાં છોટે મિયાંમાં નજરે પડશે

મુંબઇ, બોલીવુડના એક્શન સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક સાથે સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. બંને સુપરસ્ટારર ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં એકસાથે જાેવા મળી શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની લાઇન પર બનશે અને ટાઇટલ પણ આજ ફિલ્મના નામ પરથી રહેશે.

આ ફિલ્મનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર કરશે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જાેકે આ ફિલ્મની રિલીઝ ડેટ વર્ષ ૨૦૨૩માં આવી શકે છે. અક્ષય કુમાર હાલમાં વાસુ ભગનાનીની ફિલ્મ ‘સિંડ્રેલા’માં કામ કરી રહ્યો છે. ફિલ્મના ચાહકો જાણતાં હશે કે, ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં અમિતાભ બચ્ચન અને ગોવિંદાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ બંને કલાકાર ફિલ્મમાં ડબલ રોલમાં જાેવા મળ્યા હતા. તેમની સાથે આ ફિલ્મમાં રવીના ટંડન, રામ્યા કૃષ્ણન, અનુપમ ખેર, પરેશ રાવલ, શરત સક્સેના અને સતીશ કૌશિક જાેવા મળ્યા હતા. આ ફિલ્મનું ડાયરેક્શન ડેવિડ ધવને કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી. આ ફિલ્મના એક સોંગમાં માધુરી દીક્ષિતે કામ કર્યું હતું.

જેને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એક કોમેડી અને એક્શન મુવી હતી. ફિલ્મોની વાત કરીએ તો હાલમાં અક્ષય કુમાર ‘સિંડ્રેલા’, ‘અતરંગી રે’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘રક્ષા બંધન’, ‘ઓએમજી-૨’, ‘રામ સેતુ’ અને ‘ગોરખા’ જેવી ફિલ્મો પર કામ કરી રહ્યો છે. ટાઈગર શ્રોફની ફિલ્મોની વાત કરીએ તો એક્ટર ‘હીરોપંતી-૨’ અને ‘બાગી-૪’ તથા ‘ગનપથ’ જેવી ફિલ્મોમાં જાેવા મળી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.