અક્ષય “બચ્ચન પાંડે”માં અલગ જ લૂકમાં જોવા મળી રહ્યો છે
મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેમાં અલગ જ લૂકમાં જાેવા મળી રહ્યો છે. ‘બચ્ચન પાંડે’ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને આ લૂકમાં તૈયાર કરવા પાછળ મેકઅપ મેન અને હેર સ્ટાઈલિસ્ટને દરરોજ ૨ કલાકનો સમય લાગતો હતો.
‘બચ્ચન પાંડે’ ફિલ્મના એક સૂત્રના જણાવ્યા મુજબ, અક્ષય કુમારને એકદમ અલગ જ દેખાવના લૂકમાં તૈયાર કરવા માટે દરરોજ ૨ કલાકનો સમય લાગતો હતો.
આ ફિલ્મને કોરોનાકાળમાં શૂટ કરવામાં આવી હતી. ત્યારે શૂટિંગ દરમિયાન અક્ષય કુમારની વેનિટીમાં પૂરતા લોકો જ હાજર રહેતા હતા. ‘બચ્ચન પાંડે’માં અક્ષય કુમારના લૂક માટે તેની ખતરનાક ભૂરી આંખ માટે લેન્સ પહેરાવાયો, દાઢી પાછળ પણ ખૂબ મહેનત કરાઈ અને અક્ષય કુમારે પણ મેકઅપની સમગ્ર પ્રોસેસ દરમિયાન ખૂબ ધીરજ રાખી હતી.
અક્ષય કુમાર અને ક્રિતી સેનનની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગેંગસ્ટર બનીને અક્ષય કુમાર ‘બચ્ચન પાંડે’માં ધમાલ મચાવવાનો છે.
ખિલાડી કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું ટ્રેલર રિલીઝ કરતાં લખ્યું, “ધૂમ ધડાકા રંગ પટાખા, આઓ બન લો ટોલી, ઈસબાર ‘બચ્ચન પાંડે’ લા રહે હૈ હોલી પે ગોલી.” ૩.૪૨ મિનિટના ટ્રેલરમાં અક્ષય કુમાર અને ક્રિતી સેનન ઉપરાંત અરશદ વારસી, પંકજ ત્રિપાઠી, જેક્લીન ફનાર્ન્ડિઝ અને સંજય મિશ્રા જાેવા મળી રહ્યા છે.
બચ્ચન પાંડે’ના ટ્રેલરમાં ગોળીબાર, લોહિયાળ દ્રશ્યો અને રમૂજથી ભરેલા સીન્સ જાેવા મળશે. અક્ષય કુમાર લીડ રોલમાં છે ત્યારે ક્રિતી સેનન અને અરશદ વારસી મહત્વની ભૂમિકામાં છે. સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી જેવા દમદાર કલાકારો પણ ટ્રેલરમાં જાેવા મળી રહ્યા છે.
અક્ષય કુમારના લીડ રોલવાળી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ૧૮ માર્ચ, ૨૦૨૨ એટલે કે હોળી પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે. સાજિદ નડિયાદવાલા સાથે અક્ષય કુમારની આ ચોથી ફિલ્મ છે. તેઓ અગાઉ ‘એન્ટરટેઈનમેન્ટ’, ‘હાઉસફુલ ૩’ અને ‘હાઉસફુલ ૪’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.SSS