અક્ષય રોહિતના ખોળામાં માથું રાખીને ઊંઘતો દેખાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Akshay.jpg)
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફના સોશિયલ મીડિયા પર રમૂજી, મજેદાર અને કટાક્ષ કરતાં વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. ૫ નવેમ્બરે કેટરિના કૈફ અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની છે. જેના પ્રમોશનમાં ફિલ્મની કાસ્ટ જાેડાઈ ગઈ છે.
એનર્જીનું પાવરહાઉસ ગણાતો અક્ષય કુમાર અને ફિલ્મી પડદે ધમાકેદાર સ્ટંટ સીન દર્શાવતા ડાયરેક્ટર રોહિત શેટ્ટી ફિલ્મના પ્રમોશન માટે કેટલા ઉત્સાહિત છે તે કેટરાનિ કૈફે બતાવ્યું છે. કેટરિના કૈફે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે જાેઈને ચોક્કસ તમે હસી પડશો.
વિડીયોમાં કેટરિના કૈફ કહે છે કે, ‘આજે ‘સૂર્યવંશી’ના પ્રમોશનનો પહેલો દિવસ છે અને મેં રોહિત સર અને અક્ષયને આટલા ઉત્સાહિત ક્યારેય નથી જાેયા. તેઓ ઊર્જાથી છલોછલ છે. જુઓ તેમને.’ આટલું કહીને કેટરિના કેમેરો અક્ષય અને રોહિત તરફ ફેરવે છે. ત્યારે રોહિત શેટ્ટી શાંતિથી બેઠેલો જાેવા મળે છે અને અક્ષય કુમાર તેના ખોળામાં માથું રાખીને આરામથી ઊંઘતો જાેવા મળે છે.
રોહિત શેટ્ટીને જેવો ખ્યાલ આવે છે કે કેટરિના વિડીયો રેકોર્ડ કરી રહી છે ત્યારે તેને કહે છે કે, રેકોર્ડ ના કરીશ. દરમિયાન તે અક્ષયને ઉઠાડે છે ત્યારે અક્ષય પણ કેટરિનાને વિડીયો રેકોર્ડ ના કરવાનું કહે છે. ત્યારે કેટરિના મજાકમાં કહે છે, ‘તું સવારે પાંચ વાગ્યે ઉઠી જઈશ તો પછી આ રીતે થાક જ અનુભવીશને.’ ત્યારબાદ રોહિત કેટરિનાના કહે છે કે, વિડીયો રેકોર્ડ ના કર, આ સારું નથી લાગતું, અમારી ઈજ્જત છે.
આટલું કહીને તેઓ બંને કેટરિનાથી દૂર ભાગે છે ત્યારે અક્ષય પડી જાય છે અને રોહિત તેને ઊભો કરીને લઈ જાય છે. જતાં જતાં પણ અક્ષય કેટરિનાને વિડીયો રેકોર્ડ ના કરવાનું કહેતો જાય છે. આ જાેઈને કેટરિના હસી પડે છે. આ વિડીયો શેર કરતાં કેટરિનાએ લખ્યું, સૂર્યવંશી’ના પ્રમોશનના પહેલા દિવસે આ બોય્ઝનો ઉત્સાહ તો જુઓ.
આ વિડીયો પર ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે અક્ષય કુમારે પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, “છેલ્લા દોઢ વર્ષથી ‘સૂર્યવંશી’ની રાહ જાેઈ રહ્યા છીએ ત્યારે થોડી ક્ષણોની શાંતિનો તો હક છે ને! પણ તારા જેવા ટીખળખોરોને તો અહીં પણ મુશ્કેલીઓ ઊભી કરવી છે.SSS