અક્ષય સાથે રોમાન્સ કરવાનું કરીનાને વિચિત્ર લાગે છે
મુંબઈ, કરીના કપૂર અને અક્ષય કુમાર ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. બંને વર્ષોથી ખૂબ સારા મિત્રો છે અને તેથી જ કદાચ પડદા પર તેમની કેમેસ્ટ્રી એકદમ સિઝલિંગ લાગે છે. કરીના કપૂર હાલમાં ટિ્વન્કલ ખન્નાના શો ટ્વીક ઈન્ડિયામાં જાેવા મળી હતી.
આ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે, તેને અક્ષય કુમાર સાથે રોમાન્સ કરવાનું થોડું વિચિત્ર લાગે છે. ટિ્વન્કલ ખન્ના સાથે વાતચીત કરતા કરીના કપૂરે કહ્યું હતું કે, તે તેની બહેન કરિશ્મા કપૂરના તમામ કો-સ્ટાર્સ સાથે રોમાન્સ કરી રહી છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે ‘તે બાળકી હતી જ્યારે અક્ષય કુમારની ફિલ્મના સેટ પર જતી હતી, જેમાં મારી બહેન કરિશ્મા કપૂરે એક્ટિંગ કરી હતી.
અક્ષય મેં પહેલો શોટ આપતા જાેયો હતો. મને યાદ છે કે હું લોકોના ખોળામાં બેસીને શૂટિંગ એન્જાેય કરતી હતી. હું લોલો એટલે કે કરિશ્માના કો-સ્ટાર સાથે રોમાન્સ કરી રહી છું. આ ખૂબ અજીબ છે’. એક્ટ્રેસે આગળ કહ્યું હતું કે, અક્ષય કુમારના પહેલા શો દરમિયાન હું સ્કૂલ યુનિફોર્મમાં હતી. આટલો લાંબો સમય થઈ ગયો. આ બાબત દર્શાવે છે કે અક્ષય મારા કરતા કેટલો અદ્દભુત છે.
જાે કે, ટિ્વન્કલે કરીનાની વાત પર અસંમતિ દર્શાવતા કહ્યું હતું કે, તે એ દર્શાવે છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષોનું કરિયર લાંબુ ચાલે છે. જેના પર કરીનાએ તરત જ કહ્યું હતું કે, તેઓ હવે તેમને ખોટા સાબિત કરી રહ્યા છે.
ટિ્વન્કલે તે વાત પણ કરી હતી કે, ૨૦ વર્ષ બાદ પણ કેવી રીતે કરીના કપૂર હજી પણ બોલિવુડની ટોપ એક્ટ્રેસિસમાંથી એક છે. કરીના કપૂરે મજાક કરતા વધુમાં કહ્યું હતું કે, તે ૭૫ વર્ષની થશે ત્યારે પણ અક્ષય કુમારની કો-સ્ટાર રહેશે કારણ કે તે ત્યારે પણ કામ કરી રહ્યો હશે.
એક્ટ્રેસે કહ્યું હતું કે, અક્ષય તેને પહેલાથી જ કહી ચૂક્યો છે કે તે તેના દીકરા તૈમૂર સાથે પણ ડબલ હીરોની ફિલ્મમાં કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. અક્ષય અને કરીના અત્યારસુધીમાં અજનબી, તલાશઃ ધ હંટ બિગિન્સ, દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવર, ટશન, કમબખ્ત ઈશ્ક અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.SSS