Western Times News

Gujarati News

અક્ષય, સારા અને ધનુષની ફિલ્મ અતરંગી રેનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ સ્ટારર ફિલ્મ અતરંગી રેનું ટ્રેલર રિલીઝ થયું છે. પ્રેમના ગાંડપણને દર્શાવતી આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શાનદાર રિસપોન્સ મળી રહ્યો છે.

લાંબા સમય બાદ મૂવી લવર્સને સ્ક્રીન પર એક નવી જાેડી જાેવા મળશે. અતરંગી રેનું ટ્રેલર શેર કરતાં સારા અલી ખાને લખ્યું, અતરંગી રેનું ટ્રેલર રિલીઝ થયું છે. આ બધી જ જાદુઈ ક્ષણો તમારી સાથે વહેંચવાની રાહ નથી જાેઈ શકતી.

મારી રિંકુ સૌ દર્શકો સમક્ષ રજૂ કરું છું. ફિલ્મમાં સારા રિંકુના રોલમાં છે જ્યારે ધનુષ વિષ્ણુના રોલમાં છે. અતરંગી રે ફિલ્મનું નિર્દેશન આનંદ. એલ. રાય રાયે કર્યું છે. લવ ટ્રાએંગલ પર આધારિત આ ફિલ્મ મ્યૂઝિકલ રોમેન્ટિક ડ્રામા છે. ફિલ્મમાં એ.આર. રહેમાને મ્યૂઝિક આપ્યું છે ત્યારે ફિલ્મોના શોખીનો માટે ગીતો યાદગાર બની રહેવાના છે.

‘અતરંગી રે’ ઓટીટી પ્લેટફોર્મ પર ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ક્રિસમસની આગલી સાંજે રિલીઝ થનારી ફિલ્મ ફેન્સને એન્ટરટેઈનમેન્ટનો ડોઝ આપશે. મંગળવારે ફિલ્માન મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા હતા. જેમાં ફિલ્મની સ્ટાકાસ્ટની ઓળખ આપવામાં આવી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષ છે.

ફિલ્મના કલરફુલ પોસ્ટર્સ ફેન્સને ખૂબ પસંદ આવ્યા હતા. અતરંગી રે શુદ્ધ હૃદય ધરાવતા પાત્રો વચ્ચે લવસ્ટોરી છે તેમ કહી શકાય. અતરંગી રે ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ તેની સ્ટારકાસ્ટના ઉંમરના તફાવતને લઈને ચર્ચા છે.

સારા અલી ખાન ૨૬ વર્ષની છે, ધનુષ ૩૮ વર્ષનો જ્યારે અક્ષય કુમાર ૫૪ વર્ષનો છે. ત્રણેયના કાસ્ટિંગ વિશે ડાયરેક્ટર આનંદ એલ. રાયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પહેલા ફિલ્મ જાેવી જાેઈએ અને પછી નિવેદન આપવું જાેઈએ. પહેલાથી અભિપ્રાય બાંધી લેવો યોગ્ય નથી. મૂવીના એક્ટર્સ વચ્ચેના ઉંમરના તફાવતનું કારણ લોકોને ફિલ્મ જાેયા પછી જ સમજાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.