અક્ષર પટેલને પણ કોરોના, ટીમની સાથે જોડાયો નથી
અમદાવાદ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી વન ડે સિરિઝ માટે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે પણ તેના પર કોરોનાનુ ગ્રહણ લાગી ગયુ છે.
ભારતીય ટીમના ચાર ક્રિકેટરોને ગઈકાલે કોરોના હોવાનુ બહાર આવ્યુ હતુ અને હવે ટીમનો ઓલરાઉન્ડર અને ગુજ્જુ ક્રિકેટર અક્ષર પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયો છે.
જાેકે તે હજી ટીમ સાથે નથી જાેડાયો અને અમદાવાદ ખાતે આવેલા પોતાના ઘરે છે.આ પહેલા બુધવારે ભારતીય ટીમના ચાર ખેલાડીઓ શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર તથા નવદીપ સૈની તેમજ ટીમ સ્ટાફના બીજા ત્રણ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હવે તેમાં અક્ષરનો પણ ઉમેરો થયો છે.ભારતીય ટીમમાં રોહિત સિવાય બીજાે કોઈ ઓપનર સામેલ નહીં હોવાથી હવે મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરાયો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૬ ફેબ્ર્આરીથી વન ડે સિરિઝની શરુઆત થવાની છે.આ ત્રણે વન ડે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે.SSS