અક્સ્માતમાં મોતને ભેટેલા યુવાન પરથી ૧૦૦થી વધુ વાહન પસાર થઈ ગયા

વલસાડ હાઈવે પર જાણે માનવતા મરી પરવારી હોય તેમ કોઈએ વાહનો થોભાવ્યા નહીં |
વલસાડ, વલસાડ અબ્રામા ને.હા.નં.૪૮ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલાં એક યુવાનને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનની લાશ હાઈવે પર પડી રહેતાં તેના શરીર પરથી ૧૦૦થી વધુ વાહન ફરી વળ્યા હતા. જેથી તેની લાશ ચૂંથાઈ ગઈ હતી.
વલસાડના અબ્રામા ગિરિરાજ હોટલ સામે ને.હા.નં.૪૮ પર સુરત તરફ જવાના માર્ગ પર ગતરાત્રે ૩૦ વર્ષીય કોઈ અજાણ્યો યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન કોઈ વાહનચાલકે અડફેટે લેતાં યુવાનનું મોત નિપજ્યું હતું. તેની બોડી હાવે પર પડી રહેતાં વાહન ચાલકો માનવતા ભૂલીને બોડી પરથી વાહનો પૂરપાટ ઝડપે હંકારી ગયા હતા. અનેક વાહનો લાશ પરથી પસાર થતાં લાશના ચીંથરે ચીંથરા થઈ ગયા હતાં. મોડી પહોંચેલી પોલીસે મૃતક યુવાનના બોડીના અંગો હાથમાં કોથળી પહેરીને ભેગા કર્યા હતાં. બાદમાં એમ્બ્યુલન્સ બોલાવીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લાશને લઇ ગયા હતાં.