અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મામાં યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજાઇ
અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી સરદાર ચોક સુધી ભવ્ય મશાલ રેલી યોજાઇ. જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ પટેલે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમો જીલ્લા મહામંત્રી હિતેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પરેશ રાવલ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, જશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ, શીવાભાઈ ગમાર, મહામંત્રી રાજેન્દ્રસિંહ, પ્રશાંતપટેલ, બ્રિજેશ પટેલ, તાલુકા યુવા મોરચા પ્રમુખ અક્ષય પટેલ, બ્રિજેશ પ્રજાપતિ વિગેરે હાજર રહયા હતા. કાર્યક્રમને અંતે શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ ઉદબોધન કર્યું હતું.