અખાત્રીજના યોજાનારા લગ્નસમારંભો પર તંત્રની રહેશે બાજ નજર
બાળલગ્નમાં સામેલ ગોરમહારાજ , રસોયા , મંડપ ડેકોરેશન , ફોટોગ્રાફર સામે પણ કાર્યવાહી કરાશે
આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે
ગોધરા,પંચમહાલ જીલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાંય ખાસ કરીને અખાત્રીજ ( અક્ષયતૃતીયા ) ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે . જેથી પંચમહાલમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે .
આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ , રસોયા , મંડપ ડેકોરેશન , ડી.જે. બેન્ડબાજાવાળા , ફોટોગ્રાકર સહીતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે . આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે , સમુહલગ્નના આયોજકો તથા વર – કન્યાના માતાપિતા સહિત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોંઘાંય છે .
આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે , જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે . તેથી લગ્ન નકકી થાય તે પહેલાં જ વર – કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં , બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી નીચેનો યુવક તથા ૧૮ વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા , કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે
તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સાથે શિક્ષાપાત્ર થશે . જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર – કન્યાના માતા પિતા , લગ્ન કરાવનાર ગોર મહારાજ , સમુહ લગ્નના આયોજકો , કેટરર્સ , મંડપ સર્વિસવાળા , ફોટોગ્રાફર , વિડીયોગ્રાફર , ડી , જે , બેન્ડબાજાવાળા , સહિતના મદદગારી કરનાર ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે . જિલ્લામાં કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો નીચે મુજબની કચેરીમાં તાત્કાલીક જાણ કરવાની રહેશે .
º જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી , જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી , ભોંય તળીયે , જીલ્લા સેવા સદન – ર , કલેકટર કચેરી કંમ્પાઉન્ડ , ગોંધરા જી – પંચમહાલ ફોન ન . ૦૨૬૭૨ -૨૪૧૪૮૭ , મો . ૯૪૨૮૦૨૯૨૫૦ જિલ્લા બાળ સુરક્ષા એકમ , રૂમ નં . ૫૯ અને ૬૦ , પ્રથમ માળ , જીલ્લા સેવા સદન કલેકટર કચેરી કંમ્પાઉન્ડ , ગોધરા જી . પંચમહાલ કોન નં ૦૨૬૭૨-૨૪૩૪૮૦ , મો . ૯૪૨૭૨૩૧૦૬૭ ૨ ૩ ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ 8 અભયમ ૧૮૧ પોલીસ કન્ટ્રોલર નંબર ૧૦૦