Western Times News

Gujarati News

અખિલેશે પાર્ટી નેતઓને કોરોના વેકસીન લગાવવાની અપીલ કરી

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તમામ પાર્ટી નેતાઓને કોરોનાની રસી લગાવવાની અપીલ કરતા કહ્યું કે તે આ વાયરસથી બચવા માટે પુરી રીતે સતર્ક રહે સપાના રાષ્ટ્રીય પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે પાર્ટી રાજય મુખ્ય કાર્યાલયે થયેલ પાર્ટી વિધાન પરિષદના સભ્યોની બેઠકમાં અખિલેશે તમામને રસી લગાવવાની અપીલ કરી હતી અખિલેશે તમામ પાર્ટીના નેતાઓને કહ્યું કે કોરોના સંકટથી બચવા માટે આપણે સતર્ક અને સજાગ રહેવું પડશે

એ યાદ રહે કે ગત જાન્યુઆરીમાં જયારે કોવિડ ૧૯ની રસી આવી હતી ત્યારે અખિલેશે કહ્યું હતું કે તેમને ડોકટરો પર વિશ્વાસ છે પરંતુ સરકાર પર નથી અને તે ભાજપની વેકસીન લગાવશે નહીં. અખિલેશે સરકારથી જાણવા માંગ્યુ હતું કે ગરીબોને મફતમાં રસી કયારે લગાવવામાં આવશે તેમણે સરકારથી એ પણ માંગ કરી હતી કે તે કોવિડ ૧૯ની રસીને સુરક્ષિત અને અસરદાર હોવાની બાબતમાં ઉપલબ્ધ ડેટા જાહેર કરે

એ યાદ રહે કે સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ અને અખિલેશના પિતાએ વેકસીન લીધી હતી અને ત્યારબાદ અખિલેશ યાદવે પણ વેકસીન લીધી હતી અને પોતાના વલણમાં ફેરફાર કર્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.