અખિલેશ યાદવ ૧૦૦ બેઠક પણ નહી જીતી શકેઃ અનુરાગ ઠાકુર

બાંદા, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સતત જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુર ચૂંટણી પ્રચાર માટે બાંદા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા બીજેપી નેતાએ દાવો કર્યો કે, સપા ૧૦૦ બેઠકો પણ નહી જીતી શકે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, બુંદેલખંડમાં ફરી એકવાર કમળ ખીલશે. મતદારોની લહેર જાેઈને સૌ કોઈ સરળતાથી જાણી શકે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તો ત્યાં સુધી કહ્યું કે, સાત તબક્કા પછી પણ અખિલેશ યાદવ ૧૦૦ સીટો અંકે નહી કરી શકે.૧૦ માર્ચ પછી સપા અધ્યક્ષ કહેશે કે ઈવીએમ બેવફા છે.
ઉલ્લેખનિય છે કે, બાંદામાં અનુરાગ ઠાકુરે બીજેપી ઉમેદવાર પ્રકાશ દ્વિવેદીના સમર્થનમાં રોડ શો કરીને વોટની અપીલ કરી હતી. બાંદામાં ચોથા તબક્કામાં ૨૩ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભાજપે બાંદા બેઠક પરથી પ્રકાશ દ્વિવેદીને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ, મંજુલા વિવેક સિંહ અને ધીરજ રાજપૂત સપા તરફથી બસપાના ઉમેદવાર છે. આ બેઠક પર તમામ ઉમેદવારો વચ્ચે જાેરદાર સ્પર્ધા થશે. ૨૦૧૭માં બાંદામાં ૫૯.૨૨ ટકા મતદાન થયું હતું.HS